News of Wednesday, 4th December 2024
દેવેન્દ્રસિંહ પાંજરોલિયા અને મુકેશભાઇ ડોબરિયા પરિવારમાં શુભ લગ્નોત્સવઃ ચિ.ધ્રુવ: ચિ.મિતાંસી

રાજકોટ : મુળ ધરમપુર હાલ વડોદરાના સીનીયર જર્નાલીસ્ટ શ્રી દેવેન્દ્રસિંહ ખુશાલસિંહ પાંજરોલિયા તથા અ.સૌ. ગીતાબેનના સુપુત્ર ચિ. ધ્રુવના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. ઇલાબેન તથા શ્રી મુકેશભાઈ પરબતભાઈ ડોબરિયાની સુપુત્રી ચિ. મિતાંસી સાથે શનિવાર તા. ૦૭ ડિસેમ્બર ના રોજ નિરધાર્યા છે.
સોનેરી અવસરોમા તા ૦૫ ડિસેમ્બર ને ગુરુવારે ગણેશ સ્થાપના,મંડપ મુહૂર્ત અને રાત્રે ૮ કલાકે રાસ ગરબાની રમઝટ બોલશે.તા. ૦૬ ડિસેમ્બરને શુક્રવારે ે પીઠી, ગ્રહશાંતિ સવારે ૧૧ કલાકે , ભોજન સમારંભ બપોરે આમંત્રિતો માટે વડોદરા ખાતે યોજાયેલ છે. વરયાત્રા પ્રસ્થાન શુક્રવાર તા. ૦૬ ના બપોરે રાજકોટ તરફ થશે. મહેમાનોના સ્વાગત માટે સ્વ. ખુશાલસિંહજી તખતસિંહજી પાંજરોલિયા પરિવારના કનકસિંહજી નટવરસિંહજી પાંજરોલિયા,પંકજસિંહજી ખુશાલસિંહજી પાંજરોલિયા, દેવેન્દ્રસિંહજી ખુશાલસિંહજી પાંજરોલિયા, વિપુલસિંહજી ખુશાલસિંહજી પાંજરોલિયા, નિમેષસિંહજી વિરપાલસિંહજી પાંજરોલિયા, પ્રકાશસિંહજી અભેસિંહજી પાંજરોલિયા પરિવાર ભાવપૂર્વક આતુર છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
