<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

અગ્રણી ઉદ્યોગપતિ આર.પી. જાડેજા (પ્રદ્યુમન વિલા)ને આંગણે શુભલગ્નોત્‍સવઃ ચિ.પુષ્‍પરાજસિંહ-ચિ.મૈત્રીબા

રાજકોટઃ કાલાવડ રોડ એ. જી. સોસાયટી સામે પુષ્‍કરધામ મેઇન રોડ પર નિવાસસ્‍થાન ધરાવતાં શહેરના જાણીતા અગ્રણી બિલ્‍ડર, ઉદ્યોગપતિ રહેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (આર. પી. જાડેજા-પ્રદ્યુમન વિલા)ને આંગણે શુભલગ્નોત્‍સવ યોજાયો છે. સ્‍વ. પ્રદ્યુમનસિંહ પ્રવિણીસંહજી જાડેજા (પી. પી. જાડેજા) તથા ગં.સ્‍વ. ઉષાબા જાડેજાના સુપુત્ર ચિ. પુષ્‍પરાજસિંહના શુભલગ્ન છત્રાસા (હાલ મોરબી) નિવાસી સરવૈયાશ્રી રવિરાજસિંહ પ્રદ્યુમનસિંહ અને રાજેશ્વરીબાના સુપુત્રી સોૈ.કાં. ચિ. મૈત્રીબા સાથે તા. ૬-૧૨ના શુક્રવારના રોજ નિરધાર્યા છે.

આ લગ્નોત્‍સવમાં વેલપ્રસ્‍થાન આજે ગુરૂરવો સવારે ૮ કલાકે નિવાસસ્‍થાનેથી થઇ હતી. દાંડીયારાસ આજે ગુરૂવારે રાતે ૯ કલાકે ઇશ્વરીયાવાડી કાલાવડ રોડ ખાતે રાખવામાં આવ્‍યા છે. જ્‍યારે વરોડો સાંજે પાંચ કલાકે કોકોનટ કાઉન્‍ટી, ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે અને હસ્‍તમેળાપ આવતીકાલે શુક્રવારે રાતે ૯ કલાકે કોકોનટ કાઉન્‍ટી ખાતે યોજાશે. તેમજ ભોજન સમારંભ પણ કાલે શુક્રવારે તા. ૬ના સાજે ૭:૩૦ કલાકે કોકોન કાઉન્‍ટી ન્‍યુ ૧૫૦ રીંગ રોડ, પ્રદ્યુમન પ્રાઇડની સામે રાખેલ છે.

(12:04 PM IST)