News of Tuesday, 31st December 2024
સોની સમાજના અગ્રણી કનૈયાલાલ (કનુકાકા)સોની પરિવારમાં શુભ લગ્નોત્સવઃ કશ્યપ - મુનીરાહ

રાજકોટઃ સોની સમાજના અગ્રણી, નડિયાદ સ્થિત શ્રી કનૈયાલાલ (કનુકાકા)સોની પરિવારમાં શુભ લગ્નોત્સવનો આનંદ ઉલ્લાસ છવાયો છે. શ્રી બિન્દેશભાઇ કનૈયાલાલ સોનીના સુપુત્ર તે શ્રી કનૈયાલાલ લાલજીભાઇ સોની અને શ્રીમતી મિનાક્ષીબેનના પૌત્ર ચિ.કશ્યપના શુભ લગ્ન ચિ.મુનીરાહ સાથે તા.૧૯ જાન્યુઆરી ર૦રપના રોજ અમદાવાદ ખાતે નિરધાર્યા છે. શનિવારે તા.૧૮ના સંગીત સંધ્યા અને ભોજન સમારોહ તથા રવિવાર ૧૯ જાન્યુઆરીએ જાન આગમન, ભોજન અને લગ્નવિધી સંપન્ન થશે. શ્રી કલ્પેનભાઇ કનૈયાલાલ સોની, શ્રીમતી ડિમ્પલબેન કલ્પેનભાઇ સોની, શ્રીકલ્પેનભાઇ સોની, માધવ કલ્પેનભાઇ સોની, શ્રીમતી પારૂલબેન મનીષકુમાર સોની, શ્રીમતી અંજનીબેન હર્ષિલકુમાર પાટડીયા સહીતના પરિવારજનો મહેમાનોને આવકારવા ખુબજ આતુરતાપુર્વક રાહ જોઇ રહયાં છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
