News of Tuesday, 31st December 2024
હિંડોચા પરિવાર દ્વારા ર૩ ફેબ્રુઆરીના ૧૯મો સમૂહ લગ્નોત્સવ જોડાવવા માંગતા જ્ઞાતીના દીકરા-દીકરીઓએ સંપર્ક કરવો

રાજકોટ, તા. ૩૧ : હિંડોચા પરિવાર દ્વારા આગામી તા. ર૩ ફેબ્રુઆરીના ફકત લોહાણા જ્ઞાતિના દીકરા-દીકરીઓ માટે ૧૯ મો સમુહલગ્ન યોજાનાર છે. હિંડોચા પરિવાર દ્વારા જામકંડોણા તાલુકાના સાતો દડ ખાતે કુળદેવીમાં તથા સુરાપુરા બાપના મંદિરના પટાંગણમાં દર વર્ષે ફકત લોહાણા સમાજના દીકરા-દીકરીઓ માટે સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. ૧૮ સમુહલગ્ન સંપન્ન થયેલ છે. આગામી તા. ર૩ ફેબ્રુઆરી રવિવારના ૧૯માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમુહલગ્નમાં જોડાવવા માંગતા ફકત લોહાણા સમાજના દીકરા-દિકરીઓએ પોતાના નામ નોંધણી માટે ભૂપતભાઇ હિંડોચા મો. ૯૯રપ૯૯૯૦૯૯ અથવા કનુભાઇ હિંડોચા મો. ૯૭ર૩૪પ૭પ૮૦ ઉપર સંપર્ક કરવા હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીની યાદીમાં જણાવવામાં આવે છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
