<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

જુનાગઢ પુરોહિત પરિવારમાં શુભલગ્નઃ ચિ.મનન :ચિ.કૃપા

જુનાગઢ : ભાજપના પૂર્વ મહામંત્રી અને સૌ. કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના મહામંત્રી કિરણભાઇ હરિપ્રસાદ પુરોહિત તથા શ્રીમતી તૃપ્તિબેનના સુપુત્ર ચિ. મનનના શુભલગ્ન મુળ ઉપલેટા હાલ જુનાગઢ નિવાસી ભરતભાઇ મહેન્‍દ્રભાઇ વ્‍યાસ તથા શ્રીમતી હિનાબેનની સુપુત્રી ચિ. કૃપા સાથે તા. ૧૯ જાન્‍યુઆરીને રવિવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ૧૮ ને શનિવાર આજે સાંજે રાસોત્‍સવ તેમજ સત્‍કાર અને ભોજન સમારંભ રાત્રે ૯.૩૦ કલાકે  પ્રસંગે પાર્ટી પ્‍લોટ ખલીલપુર ચોકડી જુના બાયપાસ જુનાગઢ ખાતે રાખેલ છે. પુરોહિત પરિવારના નવદંપતિને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ શુભેચ્‍છા આશિર્વાદ પાઠવેલ તેમજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ પણ શુભા આશિષ પાઠવ્‍યા છે.

(11:08 AM IST)