તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ડો.કૃષ્ણકુમાર મહેતાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.દેવકી * ચિ.કવચિત

રાજકોટઃ બ્રહમલીન ભાગવતાચાર્ય પૂ.શ્રી મનહરલાલજી મહારાજ તથા પુષ્પાબેન મહેતાની પૌત્રી તેમજ ડો.કૃષ્ણકુમાર મહેતા અને હેતલબેન મહેતાની સુપુત્રી ડો.દેવકીના વિવાહ શરદભાઇ મનુભાઇ શેઠ અને આરતીબેન શેઠના સુપુત્ર ચિ.કવચિત સાથે શ્રી જીવન મુકતેશ્વર મહાદેવ શેત્રુંજી નદીને કાંઠે, નબાપરા, મુ.ધારી, જી.અમરેલી ખાતે પોષ સુદ ૧રને તા.ર૬ના રવિવારે નિરધારેલ છે. પર્યાવરણ, સાદગી અને સાંસ્કૃતિક પરંપરાનો સંદેશો આપતા આ વિવાહ બળદગાડું, ગૌશાળા, ગામડાની ઓળખ સમા ખાટલા વગેરે ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરશે.
જર્મનીમાં ઇંગોલસ્ટાડ યુનિવર્સીટીમાં રીસર્ચ એસોશીએટ-સાયન્ટીસ્ટ તરીકે રીન્યુએબલ એનર્જીમાં કાર્યરત ડો.કેદાર મહેતા આ લગ્ન પ્રસંગમાં વરકન્યાના ફેરામાં જવતલ હોમશે. વૈભવી મહેતા કન્યાની સહેલી તરીકે રહેશે. પૂ.શ્રી ગીરધરબાપા ભટ્ટજી તથા શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી પાવન થયેલી ભૂમિમાં નવદંપતિ અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાશે.
આ વિવાહ પ્રસંગમાં બાજખેડાવાળ બ્રાહમણ જ્ઞાતિના આમંત્રિત અગ્રણીઓ તથા શ્રેષ્ઠીઓ જોડાશે. જળસંરક્ષણ તથા પર્યાવરણ ક્ષેત્રે જેમનું મોટુ યોગદાન છે તેવા શ્રેષ્ઠી શરદભાઇ મનુભાઇ શેઠ જામનગરથી જાન પ્રસ્થાન કરશે. જેમાં રચિત શેઠ, કૃતીકા શેઠ, વેદાંત, નૈતીક તથા શેઠ પરિવાર જોડાશે.
કન્યાના લગ્ન મંડપમાં પ્રવેશ સમયે મહાલક્ષ્મી અષ્ટકનાસ્ત્રોત્રનું મધુર ગાન થશે. વિદ્વાન કર્મકાંડી બ્રાહમણોના બુલંદ સ્વરે સ્વસ્તિ વાચન સાથે સંસ્કૃત શ્લોકોનો ગુંજારવ થશે.
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર રપ૦ વૃક્ષોના રમણીય સાંનિધ્યમાં શેત્રુંજી નદીના કાંઠે પ૦૦ વર્ષો પુરાણુ યાત્રાધામઃ શ્રીજીવનમુકતેશ્વર મહાદેવના ઋષિકુળના પવિત્ર વાતાવરણમાં શાષાોકત વિધી વિધાનથી લગ્નોત્સવ
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
