News of Wednesday, 5th February 2025
નરેશભાઇ પારેખના આંગણે કન્યા વિદાયની વેળાઃ ચિ. હર્ષ
કોર્પોરેશનના નિવૃત કર્મચારીના દ્વારે ઢોલ વાગ્યા

વિધિ - ચિ. હર્ષરાજકોટઃ કોર્પોરેશનના નિવૃત કર્મચારી શ્રી નરેશભાઇ પ્રેમચંદભાઇ પારેખ (કાગદી) તથા અ.સૌ. પ્રફુલ્લાબેનની સુપુત્રી ચિ. વિધિના શુભ લગ્ન અ.સૌ. રીટાબેન તથા શ્રી ઉમેશભાઇ કિરણચંદ્ર પારેખના સુપુત્ર ચિ. હર્ષ સંગ નિર્ધાર્યા છે. માંગલિક પ્રસંગોમાં તા. ૬ના રોજ સવારે મંડપ મુહુર્ત યોજાશે. જયારે તા. ૭ ને શુક્રવારના રોજ સવારે ૮-૩૦ કલાકે જાન આગમન તથા ૧૦ કલાકે હસ્ત મેળાપ યોજાશે. પારેખ (કાગદી) પરિવાર મહેમાનોને આવકારશે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
