<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

વાંકાનેરના પત્રકાર સ્વ.નિલેશભાઇ ચંદારાણાના સુપુત્રીના શુભલગ્ન

ચિ. રાધિકા - ચિ. દર્શિતઃ ચિ. કેવલ અને ચિ. અંકુરની યજ્ઞોપવિત વિધી

રાજકોટ : કુળદેવી શ્રી ભવાની માતાજી શ્રી સુરાપુરા દાદા અને શ્રી કાકુઅદાની કૃપાથી તથા માતુશ્રી મંજુલાબેન અને પિતાશ્રી લલિતરાય મોતીલાલ ચંદારાણાના આર્શિવાદથી વાંકાનેર નિવાસી ગં.સ્વ. પારૂલબેન અને ગો.વા. નિલેશભાઇ લલિતરાય ચંદારાણા (પત્રકાર -અકિલા-વાંકાનેર) સુપુત્રી ચિ. રાધિકાના શુભલગ્ન તા. ર-૩-રપ ને રવિવારે રાજકોટ નિવાસી અ.સૌ. રાજેશ્રીબેન અને જવાહરભાઇ ભગવાનદાસ શીંગાળાના સુપુત્ર ચિ. દર્શિત સાથે નિરધારેલ છે.

જયારે ગં.સવ. પારૂલબેન અને ગો.વા. નિલેશભાઇ લલિતરાય ચંદારાણાના સુપુત્ર ચિ. કેવલ તથા અ.સૌ. પાયલબેન શ્રી મનોજભાઇ લલિતરાય ચંદારાણાના સુપુત્ર ચિ. અંકુરની યજ્ઞોપવિતવિધી કાલે તા. ૧ ને શનિવારે નિરધારેલ છે.

જેમાં તા. રર ને રવિવારે સવારે ૮:૩૦ વાગ્યે જાન આગમન સવારે ૯:૩૦ વાગ્યે શ્રીફળ વિધી, બપોરે ૧ વાગ્યે ભોજન સમારંભ, બપોરે ર વાગ્યે હસ્તમેળાપ અને સાંજે ૪:૩૦ વાગ્યે વિદાય થશે.

આમંત્રીતોને ગો.વા. નિલેશભાઇ એલ. ચંદારાણા (પત્રકાર-અકિલા-વાંકાનેર) ગં. સ્વ. પારૂલબેન નિલેશભાઇ ચંદારાણા, લિતેશભાઇ એલ. ચંદારાણા (પત્રકાર-અકિલા- વાંકાનેર) અ.સૌ. રેખાબેન નિલેશભાઇ ચંદારાણા, મનોજભાઇ, એલ.ચંદારાણા અ.સૌ. પાયલબેન મનોજભાઇ ચંદારાણા, અરવિંદકુમાર મગનલાલ તન્ના, કુસુમબેન અરવિંદકુમાર તન્ના, સંકેતકુમાર હરેશભાઇ રાયચુરા, પૂજાબેન સંકેતકુમાર રાયચુરા સહિત પરિવારે આમંત્રણ પાઠવ્યું છે. 

(11:49 AM IST)