<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

દ્વારકાના જાણીતા ઉદ્યોગપતિ દિનેશભાઇ પાબારી પરિવારમાં લગ્નોત્‍સવનો હરખઃ ચાર્મી : સૌમિલ

 

રાજકોટઃ શ્રી ગણેશાય નમઃ દ્વારકા નિવાસી જાણીતા રઘુવંશી અગ્રણી અને અગ્રીમ હરોળના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ બિપીનભાઇ પાબારી (મુન્નાભાઇ) અને શ્રીમતિ પ્રગતિબેનની સુપુત્રી ચિ. ચાર્મી નાં શુભલગ્ન તા. પ મે ર0રપ ના રોજ ગોધુલિક સમયે રાજકોટ નિવાસી રઘુવંશી અગ્રણી શ્રી પ્રદિપભાઇ મણીલાલ કોટેચા તથા શ્રીમતિ પુનમબેનના સુપુત્ર ચિ. સૌમિલ સાથે દ્વારકા મુકામે નિરધાર્યા છે. શ્રી દિનેશભાઇ અને શ્રીમતિ પ્રગતિબેનના સુપુત્ર ચિ. હેતને યજ્ઞોપવિત્ર ધારણ કરાવવાનો શુભ પ્રસંગ પણ નિરધાર્યો છે.

સમગ્ર પાબારી પરિવારમાં લગ્નોત્‍સવ નિમિતે યોજાયેલ ભવ્‍ય સંગીત સંધ્‍યા, ભોજન સમારોહ, સહિતના પ્રત્‍યેક પ્રસંગો માણવા, મહેમાનોને આવકારવા ભારે ઉત્‍સાહ અને આનંદ પ્રવર્તી રહેલ છે. વીણાબેન વ્રજલાલ મદલાણી, અંજુબેન સંજયભાઇ મદલાણી, સોનલબેન જીતુભાઇ મદલાણી, અને સમગ્ર મોસાળ પક્ષમાં પ્રસંગને વધાવી લેવા ભારે થનગનાટ પ્રવર્તે છે. પાબારી પરિવારના સર્વે વડીલો ઉપરાંત સર્વશ્રી રાજ ઠકરાર, હર્ષ પાબારી, દર્પણ પાબારી, મધ્રેશ પાબારી, હેત પાબારી, ભૂમિ પાબારી, રૂપાબેન ઠકરાર, હેમાલીબેન રાજાણી, અવનીબેન માંડવીયા, ધરાબેન વીઠલાણી સહિત સહુ પરિવારજનોમાં ભારે આનંદ ઉત્‍સાહ પ્રવર્તે છે.

મેસર્સ લક્ષ્મીદાસ રામજી પાબારી (મો. 99ર44 ર4499), વેજીટેબલ મરચન્‍ટ એન્‍ડ કમિશન એજન્‍ટ), દ્વારકા ત્‍થા શ્રી દિનેશભાઇ બિપીનભાઇ પાબારી, શ્રી નિલેષભાઇ બીપીનભાઇ પાબારી (ફ્રુટ મરચન્‍ટ એન્‍ડ કમીશન એજન્‍ટ (મો. 98791 રરપ7ર, મો. 99090 33પ99) એ સહુ આમંત્રિતોને શુભેચ્‍છા પાઠવી છે. જયશ્રી દ્વારકાધીશ.શ્રી રૂક્ષ્મણી માતાયે' નમઃ

(2:44 PM IST)