તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
સુરત નિવાસી કમલેશભાઇ મહેતાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.મહર્ષિ : ચિ.પાયલ

રાજકોટ : મુળ પોરબંદર જીલ્લાના ભડ (ઘેડ) ગામના હાલ સુરતના કામરેજના નિવાસી સ્વ. મુકુંદરાય લક્ષ્મીશંકર મહેતા અને સ્વ. ચંપાબેનના સુપુત્ર કમલેશભાઇ મુકુંદરાય મહેતા (‘અકિલા' ના પોરબંદરનાં ઘેડ વિસ્તારના પૂર્વ પત્રકાર નિવૃત્ત એસ. ટી. કર્મચારી, સુરતના કામરેજ બ્રહ્મસમાજ અને ભાજપ અગ્રણી) તથા અ. સૌ. જયોતિબેન કમલેશભાઇ મહેતાના સુપુત્ર ચિ. મહર્ષિના શુભલગ્ન મુળ ગામ જાંબુ હાલ રાજકોટ નિવાસી અ. સૌ. રેખાબેન અને શ્રી નાગેન્દ્રભાઇ નટવરલાલ વ્યાસના સુપુત્રી ચિ. પાયલ સાથે તા. ર૩ ને રવિવારે નિરધારેલ છે.
શુભલગ્ન પ્રસંગે તા. રર ને શનીવારે સવારે ૯ વાગ્યે રૂડી સુરીલી સાંજી, અને મંડપરોપણ, રાત્રે ૮ વાગ્યે રાસની રમઝટ તા. ર૩ ને રવિવારે સવારે ૭ વાગ્યે જાન પ્રસ્થાન, બપોરે ૧૧ વાગ્યે હસ્તમેળાપના પ્રસંગે સંપન્ન થશે. કમલેશભાઇ મહેતા (મો. ૯૯૭૮પ ૭૬૮૧૯), (મો. ૯૪ર૬ર ૪૦૯૩પ), (મો. ૭૬૦૦૩ ૩૩પ૧પ)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
