તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
કાનાબાર અને તન્ના પરિવારમાં શુભ લગ્નોત્સવનો ભારે ઉમંગ : આદિત્ય :પરિતા
ભગવાન શ્રી સ્વામીનારાયણ તથા પૂજય શ્રી હરિ મહંત સ્વામી મહારાજની અસીમ કૃપાથી

ગાંધીનગર : મૂળ માળીયા હાટીનાના વતની (હાલ ગાંધીનગર) નિવાસી અ.નિ. ભારતીબેન નાગરદાસ કાનાબારના પૌત્ર તથા અ.સૌ. નીતાબેન જીજ્ઞેશકુમાર નાગરદાસ કાનાબારના સુપુત્ર ચિ. આદિત્યના શુભ લગ્ન વેરાવળ આદ્રી (હાલ વાપી) નિવાસી અ.સૌ. દિપીકાબેન ગોવિંદભાઇ તન્નાની સુપુત્રી ચિ. પરિતા સાથે તા. રપ ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે નિરધાર્યા છે. આ અવસરને વધાવવા તા. ર૩ ના રોજ સાંજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ અને તા. ર૪ ના રોજ દાંડિયા રાસનો કાર્યક્રમ મહેમાનો માટે રાખેલ છે. કાનાબાર પરિવાર અને તન્ના પરિવાર મહેમાનોની આગતા સ્વાગતા માટે અને પ્રસંગનો આનંદ માણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલ છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
