તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
બાબરાના સેદાણી પરિવારમાં લગ્નોત્સવ : ચિ. યશ : ચિ. શ્રેયા

રાજકોટ : મૂળ બાબરાના વતની (હાલ, કાંદિવલી મુંબઇ) સ્વ. ભરતભાઇ ધીરજલાલ સેદાણી તેમજ ગં.સ્વ.ઇન્દુબેનના સુપુત્ર તેમજ જાણીતા કવિ, લેખક અને બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ કે.ડી.સેદાણીના ભત્રીજા યશ (સી.એ.)ના શુભલગ્ન ગોંડલ નિવાસી (હાલ રાજકોટ) સ્નેહલભાઇ હર્ષદ રાય દાવડા તેમજ મનિષાબેનની સુપુત્રી શ્રેયા (સી.એ.) સાથે તા. ર૭ નવેમ્બર પરફેકટ રીસોર્ટ કોટડા સાંગાણી રોડ, ગોંડલ ખાતે નિરધારેલ છે.
તા.ર૬ને બુધવારે સવારે ૯.૩૦ વાગ્યે મંડપ મુહુર્ત, સવારે ૧૦ વાગ્યે ચુંદડી, બપોરે ૧ર.૩૦ વાગ્યે સ્વરૂચી ભોજન, બપોરે ૩.૩૦ વાગ્યે હલ્દી, સાંજે ૮.૩૦ વાગ્યે સાંજીના ગીત, રાત્રે ૯ વાગ્યે રાસની રમઝટ બોલશે.
તા.ર૭ ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે જાન પ્રસ્થાન, બપોરે ૧ર.૩૦ વાગ્યે હસ્તમેળાપ, બપોરે ૧ વાગ્યે સ્વરૂચી ભોજન, સાંજે ૪.૩૦ વાગ્યે જાન વિદાય થશે. મો. ૯૪ર૮૮ પ૭૦૮૭.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
