News of Thursday, 27th November 2025
ધ્રોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાને આંગણે લગ્નોત્સવ ચિ. કર્મદિપસિંહ : ચિ.પ્રતિજ્ઞાબા લગ્નગ્રંથીથી જોડાશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ :. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા પરિવારના આંગણે રવિવારે ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરાયું છે; જ્યાં સોનાના પાલખીમાં કુંવર પધારી રહ્યા હોય તેવો શાહી માહોલ સર્જાયો છે. ધ્રોલ તાલુકા પંચાયતના લોકપ્રિય ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના પાયાના નેતા, શ્રી બ્રિજરાજસિંહ બાબભા જાડેજાના સુપુત્ર ચિ. કર્મદીપસિંહજીના શુભ લગ્ન ધામધૂમથી યોજાઈ રહ્યા છે.
જાડેજા પરિવારની સામાજિક પ્રતિષ્ઠા અને બાંધકામ ક્ષેત્રે (Construction)ની જબરદસ્ત સફળતાની ઝલક આ લગ્નોત્સવમાં સ્પષ્ટ દેખાય છે, જ્યાં વૈભવ અને શાહી આયોજનનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં મોટું નામ ધરાવતા બ્રિજરાજસિંહ જાડેજાના પુત્ર ચિ. કર્મદીપસિંહજીના શુભ લગ્ન ચિ. પ્રતિજ્ઞાબા સાથે યોજાઈ રહ્યા છે.
આ લગ્નોત્સવને યાદગાર બનાવવા માટે તારીખ ૩૦મી, રવિવારના રોજ સાંજે ૭ વાગ્યા સુધી ભોજન સમારંભનું હાડાટોડા ગામે કરવામાં આવ્યું છે. આ શાહી સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને સમગ્ર ધ્રોલ તાલુકો તથા આસપાસના વિસ્તારો ઉત્સવમય બની ગયા છે. આ ભવ્ય પ્રસંગમાં અનેક રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી, હાડાટોડા ગામનું વાતાવરણ ઉલ્લાસથી છલકાઈ રહ્યું છે. જાડેજા પરિવારના આંગણે યોજાનાર આ લગ્ન માત્ર બે હૃદયનું મિલન જ નહીં, પણ સંસ્કળતિ, સંગઠન અને સમાજની એકતાનું પ્રતીક બની રહેશે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
