<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કામનાથ પ્રા.લી.ના મેનેજિંગ ડાયરેક્‍ટર પ્રિયવદનભાઈ કક્કડના સુપુત્રના ૨ ડિસેમ્‍બરે શુભલગ્ન

કક્કડ પરિવારમાં લગ્નોત્‍સવઃ અર્વાચીન અને આધુનિકતાનો અનેરો સંગમ : કક્કડ અને રાણપરા પરિવારમાં હરખની હેલીઃ ચિ.અવધ * ચિ.અંશી

રાજકોટઃ ધર્મની ધ્‍વજા ફરકતી રહે તે માટે પોતાનું સમગ્ર જીવન કામનાથ મહાદેવના શરણે અર્પણ કરવા સાથે ગરીબો અને જરૂરિયાતમંદ, માનસિક અસ્‍થિર અને પ્રાણીઓને જમાડ્‍યા પછી જ જમવાનું આજીવન પણ લેનાર શાંતિભાઈ કક્કડ અને પતિના પગલે પગલે ચાલી, સેવા સંસ્‍કાર અને આખા પરિવારના મોભી બની જવાબદારી લેનાર  પુષ્‍પાબેનના સુપુત્ર અને માતા પિતાના વારસાને અડિખમ રાખનાર કામનાથ પ્રાઇવેટ લી. ના મેનેજિંગ ડિરેક્‍ટર અને પ્રિયવદનભાઇ કક્કડ અને મહિલા અગ્રણી પ્રીતિબેન કક્કડના સુપુત્ર ચિ.અવધના શુભલગ્ન શ્રીમતી વિજયાબેન અને અગ્રણી કિશોરભાઈ રાણપરા પરિવારના દીપેશભાઈ કે. રાણપરા અને દિપાલીબેનની સુપુત્રી ચિ.અંશી સાથે તા.૨ ડિસેમ્‍બર મંગળવારના રોજ રાજકોટ ખાતે નિરધારેલ છે. લગ્ન પ્રસંગ અંતર્ગત તા.૧ ડીસેમ્‍બરના રોજ સાંજે  રાજકોટ ખાતે સંગીત સંધ્‍યાનું આયોજન કરેલ છે.

નવી પેઢીને આપણા પ્રાચીન સંસ્‍કાર અને સંસ્‍કૃતિનું મહત્‍વ સમજાય તે માટે લગ્ન અંતર્ગતની વિધિ, પરિવારના મોભીઓ અંગે જાણકારી, વિવિધ પ્રસંગ પાછળની જાણકારીઓ સાથે પ્રસંગ મુજબ પ્રાચીન ગીતો પણ બેક ગ્રાઉન્‍ડમાં વાગતા રહે અનુકરણીય વ્‍યવસ્‍થા પણ આ સાદા છતાં ગૌરવપૂર્ણ સમારોહમાં કરવામાં આવી છે.

(2:18 PM IST)