<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જામનગરના એમ. પ્રવિણકુમાર વાળા અશોકભાઇ દતાણીની સુપુત્રીના કાલે શુભલગ્નઃ ચિ.હિમાની * ચિ.રિશિત

ખંભાળીયા : જામનગરના  એમ. પ્રવીણકુમારની પેઢી વાળા સ્‍વ. મુળજીભાઈ વેરશીભાઈ દતાણી તેમજ સ્‍વ. શાંતાબેન મુળજીભાઈ દતાણી (મૂળ ભાટિયા વાળા) ની પૌત્રી તેમજ શ્રીમતી ચંદ્રિકાબેન અને શ્રી અશોકભાઈ મુળજીભાઈ દતાણીની લાડલી સુપુત્રી ચિ. હિમાનીના શુભ લગ્ન જામનગર નિવાસી શ્રીમતી આરતીબેન તથા શ્રી મનીષભાઈ ચંપકલાલ કારીયાના સુપુત્ર ચિ. રિશિત સાથે મંગળવાર તારીખ ૨-૧૨-૨૦૨૫ ના શુભ દિને યોજાયા છે.

આ શુભ પ્રસંગે સોમવારે સાંજે ૪ વાગ્‍યે સાંજીના ગીત તેમજ ૫ વાગ્‍યે મંડપ મુહૂર્ત તથા રાત્રે ૯ વાગ્‍યાથી જાણીતા કલાકારો સાથેની મ્‍યુઝિકલ નાઈટ એન્‍ડ ડાન્‍સનું ભવ્‍ય આયોજન જામનગર - દ્વારકા હાઈવે પરની હોટેલ હાઈવે હરી ખાતે કરવામાં આવ્‍યું છે.

આ સાથે લગ્નના શુભદિને મંગળવાર તા. ૨ ડિસેમ્‍બરના રોજ સવારે હલ્‍દી સેરેમની તેમજ સાંજે ૫-૩૦ વાગ્‍યે જામનગર - ખંભાળિયા બાયપાસ પરના આશીર્વાદ ક્‍લબ રિસોર્ટ ખાતે લાખેણી જાનનું આગમન થશે અને ૭-૩૦ વાગ્‍યે હિમાની અને રિશિત સપ્તપદીના સાત ફેરા ફરી, અને પ્રભુતાનામાં પગલાં પાડશે.

આ ભવ્‍ય લગ્ન ઉત્‍સવમાં સહભાગી થઈ અને નવદંપતીને આશિષ પાઠવવા નિમંત્રિતોને દતાણી પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. 

(1:40 PM IST)