News of Thursday, 11th December 2025
વિરપુર (જલારામ)ના વ્રજલાલભાઇ ગઢીયા પરિવારમાં શુભ લગ્નોત્સવ
ચિ. દર્શન * ચિ.જુર્વિશા * ચિ. કૃપાલી * ચિ.દિશાંત

રાજકોટ તા. ૧૬ :. પ્રાંતઃ સ્મરણીય પરમ વંદનીય પૂ. શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી સ્વ. શારદાબેન તથા સ્વ. વ્રજલાલભાઇ મણીલાલ ગઢીયાના પૌત્ર તથા શ્રીમતી રૂપાબેન કિરીટભાઇ ગઢીયાના સુપુત્ર ચિ. દર્શન સાથે વિરપુર (જલારામ) નિવાસી શ્રીમતી મેનાબેન પ્રફુલભાઇ વઘાસીયાના સુપુત્રી ચિ. જુર્વિશા સાથે તા. ૧૩-૧ર-રપ ને શનિવારે નિરધારેલ છે.
જયારે શ્રીમતી ભાવનાબેન રમેશભાઇ ગઢીયાના સુપુત્રી ચિ. કૃપાલીના શુભલગ્ન સુરત નિવાસી શ્રીમતી સાધનાબેન સતીષભાઇ સેજપાલના સુપુત્ર ચિ. દિશાંત સાથે તા. ૧૪-૧ર-રપ ને રવિવારે નિરધારેલ છે.
તા. ૧૩ ને શનિવારે સવારે ૮ વાગ્યે સુરીલી સાંજી, સવારે ૯-૪પ વાગ્યે મંડપ મુહુર્ત, બપોરે ૩ વાગ્યે જાન પ્રસ્તાન, સાંજે ૭ વાગ્યે હસ્તમેળાપ, તા. ૧૪-૧ર-રપ ને રવિવારે સવારે ૯ વાગ્યે જાન આગમન, બપોરે ૧ર-૩૦ વાગ્યે હસ્ત મેળાપ, બપોરે ૧ર-૧પ વાગ્યે આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાશે.
સ્વ. શારદાબેન, સ્વ. વ્રજલાલભાઇ ગઢીયા, પરિવારના અ. સૌ. ચંદ્રીકાબેન શ્રી હર્ષદભાઇ ગઢીયા, ગં. સ્વ. શારદાબેન સ્વ. વસનજી ગઢીયા, અ. સૌ. જયશ્રીબેન ભરતભાઇ ગઢીયા, અ. સૌ. જયશ્રીબેન સુરેશભાઇ ગઢીયા, અ. સૌ. શીતલબેન, શ્રી જીતેન્દ્ર ગઢીયા, અ. સૌ. ધારાબેન વિરેનભાઇ ગઢીયા, અ. સૌ. પૂજાબેન શ્રી ચિરાગભાઇ ગઢીયા, અ. સૌ. વિધીબેન જયભાઇ ગઢીયા, સ્વાગત ભિલાષી અ. સૌ. શોભનાબેન દિલીપકુમાર ચંદારાણા, ગં. સ્વ. મધુબેન નિતીનકુમાર જોબનપુત્રા, અ. સૌ. દિપાબેન ઉમંગકુમાર કોચર, અ. સૌ. દિશાબેન મનિષકુમાર લુક્કા, દર્શનાભિલાષી અક્ષય કિરીટભાઇ ગઢીયા, હર્ષ જીતેન્દ્રકુમાર ગઢીયા, પાર્થ સુરેશભાઇ ગઢીયા, શુભેચ્છક મણીલાલ હીરજી ગઢીયા, (વિરપુર), રાધિકા સીલેકશન (વીરપુર), ગોકુલ માર્કેટીંગ (કામરેજ-સુરત), રાધે શ્રંૃગાર (રાજકોટ), મોસાળ પક્ષ મહેન્દ્રભાઇ જયંતિલાલ ચંદારાણા, ચિ. દર્શન (જુનાગઢ), હિંમતલાલ નાનાલાલ પાંધી ચિ. કૃપાલી (વડીયા), કુનાલ, વીર, રૂદ્ર, ખુશાલ, ઘૈવિત, પંકિત સહિત પરિવારે આમંત્રીતોને આમંત્રણ પાઠવ્યું છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
