<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ભાખરવડ રવિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ધવલ : ચિ.કૃપાલી

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ભાખરવડ નિવાસી હરેશભાઇ બાબુભાઇ રવિયા તથા અ.સૌ. કંચનબેનના સુપુત્ર ચિ. ધવલના શુભલગ્ન ગળદર નિવાસી મુકેશભાઇ મકતભાઇ જોષી તથા અ.સૌ. કિરણબેનની સુપુત્રી ચિ.કૃપાલી સાથે તા. ૧૪ મેને ગુરૂવારના રોજ શ્રી પીઠળ માતાજી મંદિર હાટી ક્ષત્રિય સમાજ મું. ગળોદરના માળીયાહાટીના ખાતે નિરધારેલ છે. તા. ૧૩ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મઢ ભાખરવડ ખાતે બપોરે ૧ર કલાકે સ્‍વરૂચી ભોજનનું આયોજન કરાયુ છે. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપા પાત્ર શિષ્‍ય એવા ધવલને પૂ.ભાઇશ્રીએ આશિષ  આપતા જણાવેલ કે ગૃહસ્‍થાશ્રમમાં મંગલ પ્રવેશ સર્વ પ્રકારે સુખકારી અને કલ્‍યાણપદ હો

(10:34 AM IST)