<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સમર્પણ યંગ ગ્રૂપ દ્વારા માવતર વિનાની દીકરીઓ માટે સમુહલગ્ન

રાજકોટઃ સમર્પણ યંગ ગ્રૂપ દ્વારા તા.૩ જાન્‍યુઆરી ૨૦૨૭ના દિવસે શહેરમાં સર્વજાતીય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. માતા અથવા પિતાની છત્રછાંયા ન હોય તેવી દીકરીઓને પિતાની છત્રછાંયા  ન હોય તેવી દીકરીઓને લગ્નોત્‍સવ માટે પસંદ કરવામાં આવશે. માતા-પિતા બંને હયાત ન હોય તેવી દીકરીઓની પસંદગીમાં અગ્રતા અપાશે. વાલીઓ દ્વારા આવેલી અરજીઓના આધારે સંસ્‍થા દ્વારા ચકાસણી કરીને પસંદગી કરવામાં આવશે. દાતાઓના સહકારથી સંખ્‍યાબંધ વસ્‍તુઓ કરીયાવર સ્‍વરૂપે આપવામાં આવે છે. સમર્પણ યંગ ગ્રૂપ દ્વારા ગયા ડીસેમ્‍બરમાં કુવાડવા રોડ પાસે પાંચ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયેલ આ વર્ષ પણ પાંચ દીકરીઓના સમુહલગ્નનું આયોજન છે. ફોર્મ મેળવવા તથા વધુ માહિતી માટે સમર્પણ યંગ ગ્રૂપ કાર્યાલય,મારૂતિ રોલ પ્રેસ,સંતકબીર રોડ, જીનિવા ડાઇંગ પાછળ ૧-બ્રાહ્મણિયાપરા, રાજકોટ (મો.નં. ૮૩૨૦૩ ૮૮૪૫૫) ખાતે સંપર્ક સાધવા પ્રમુખ વિનોદ ચોટલિયાએ જણાવેલ છે. સંપર્ક સમય સવારે ૯થી૧૨, સાંજ. ૪થી૭

ઉપરાંત આશિષ એસ. સોલંકી, ‘ધર્મભકિત' ૮- મેહુલનગર, મિલન ખમણ સામે, નિલકંઠ સિનેમા પાછળ, કોઠારિયા રોડ, રાજકોટ (મો.નં. ૯૮૨૪૮ ૪૯૭૮૧)  ખાતેથી સાંજે ૭થી૯માં ફોર્મ મળી શકશે.

(2:47 PM IST)