<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજકોટના લાલપરીમાં ૧ાા ફુટનો વધારોઃ માલગઢમાં ર ફુટ નવુ પાણી

લાલપરીની સપાટી ૧ર.૮૦ પહોંચીઃ ૧પ ફુટે છલકાય છે

રાજકોટ તા. ૮ :.. મેઘરાજાએ ખમૈયા કર્યા છે, પરંતુ રાજકોટના લાલપરી ડેમમાં ઉપરવાસના પાણીની આવકને કારણે ગઇકાલ રાત સુધીમાં ૧.૬૪ ફુટનો વધારો થતા કુલ જીવંત સપાટી ૧ર.૮૦ ફુટે પહોંચી છે, આ ડેમ ૧પ ફુટે છલકાતો હોવાનું સુત્રોએ કહ્યું હતું.

આ ઉપરાંત રાજકોટના માલગઢ ડેમમાં ર ફુટ નવુ પાણી આવતા જીવંત સપાટી ૪ાા ફુટ થઇ છે. આ ઉપરાંત આજી-૧ માં ૦.૧૩, આજી-૩ માં ૦.૩૯, ન્‍યારી-ર માં ૦.૩૩, કર્ણુકીમાં ૦.૩૩ ફુટનો વધારો નોંધાયો હતો.

મોરબી જીલ્લાના મચ્‍છુ-ર માં આવક ચાલુ રહેતા ૦.૭૯ ફુટ નવુ પાણી આવ્‍યું હતું. જયારે ધોડાધ્રોઇમાં ૦.૪૯, બ્રાહ્મણીમાં ૦.ર૦, બ્રાહ્મણી-ર માં ૦.૮ર, મચ્‍છુ-૩ માં  ૦.૮પ, ફુટનો વધારો થયો છે, રાજકોટમાં મોરબીના કુલ ૧૧ ડેમમાં ૦ાા થી ૧ાા ફુટથી વધુ નવા પાણીની આવક નોંધાઇ છે. (પ-૧૮)

(11:08 AM IST)