<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજકોટમાં શુક્રવારે ૧૦૧ ભવ્‍ય રંગોળી સ્‍પર્ધા

હરિ ઓમ એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન

રાજકોટઃ હરિ ઓમ એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટમાં ભારતીય સંસ્‍કૃતિ અને કલાના જતનના હેતુથી ૧૦૧ ભવ્‍ય રંગોળી સ્‍પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી તા. ૬ નવેમ્‍બર, શુક્રવારના રોજ ઉદગમ સ્‍કૂલ ખાતે આ સ્‍પર્ધા યોજાશે. સવારે ૯થી બપોરે ૩ વાગ્‍યા સુધી ચાલનારી આ સ્‍પર્ધામાં રંગોળીની વિવિધ કલાત્‍મક કૃતિઓ જોવા મળશે.

ટ્રસ્‍ટના પ્રમુખ જલ્‍પાબેન રાવલના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સ્‍પર્ધકો અને રંગોળીપ્રેમીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આયોજકો દ્વારા મહેમાનોન આમંત્રણ પાઠવી કાર્યક્રમની શોભા વધારવા અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજભાઈ, વિશાલભાઈ અને જયમિનભાઈ સહ-સહયોગી તરીકે જોડાયા છે. રંગોળી કલા દ્વારા સર્જનાત્‍મકતા અને ભારતીય પરંપરાને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ સ્‍પર્ધામાં ઉપસ્‍થિત રહી સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

વધુ માહિતી માટે જલ્‍પાબેન રાવલ (પ્રમુખ, હરિ ઓમ એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ)  મો. ૯૭૨૬૨૧૯૯૯૨ નો સંપર્ક કરવા જણાવાયું છ.

(3:31 PM IST)