<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સેન્‍ટ્રલ જેલના કેદી અતુલપરી ગોસ્‍વામીનું બિમારીને કારણે મોત

જેલમાંથી સારવારમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

 

 

રાજકોટ તા. ૨૯: પોપટપરામાં સેન્‍ટ્રલ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે રખાયેલા પ્રોૈઢનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે. અતુલપરી અમૃતપરી ગોસ્‍વામી (ઉ.વ.૫૭) નામના કેદીને ગત સાંજે જેલમાંથી બીમારીની સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અતુલપરી રાજકોટના વતની હતાં અને ચેક રીટર્નના કેસમાં જેલમાં હોવાનું હવાલદારે જણાવ્‍યું હતું.

(2:33 PM IST)