હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુંદીના લાડુ-ચવાણું-મુખવાસ-કાજુકતરી સહિત ૧૨ નમુના લેવાયાઃ ૨૨ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
મનપાની ફુડ શાખા દ્વારા તહેવારોને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ : શહેરની ૪૬ ખાણીપીણીની પેઢીઓમાં તપાસઃ પ ને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ તા.૩૦: આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે દિવાળીના તહેવારને અનુલક્ષીને સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૬ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૨૨ કિલો અખાદ્ય/ વાસી/ પડતર/ એક્સપયાર્ડ જથ્થાનો નાશ કરવામાં આવેલ. જે પૈકી કુલ -૦૫ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.૩,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૧૨ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
આ અંગે મનપાની સતાવાર યાદી મુજબ હરિયોગી લાઈવ પફઃ એ.જી ચોક, પુષ્કરધામ રોડ કોર્નર, કાલાવડ રોડને લાઇસન્સ ન દર્શાવવા બાબતે નોટિસ આપેલ તેમજ ૧૨ લિટર લેબલ વગરના પડતર ઠંડા પીણાં નો નાશ કરી રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માં વૈષ્ણવી કેળાં વેફરઃ પરાબજાર, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસે, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. ૧૦ કિલો દાજિયું તેલ નો નાશ કરી તથા રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબીઃ લાખના બંગલા વાળો મેઇન રોડ,ખાતે હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રી બાલાજી ફરસાણ માર્ટઃ અક્ષર નગર મેઇન રોડ, લાખના બંગલા સામે, ગાંધીગ્રામ ખાતે ખાદ્ય તેલ/ઘી નો પ્રકાર દર્શાવતું બોર્ડ લગાવવા તથા મીઠાઈ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા (૧)ગુંદીના લાડુ (લુઝ) (૨)ચવાણું (લુઝ)ના નમૂના લેવામાં આવેલ. નંદા બ્રધર્સઃ કંસારા બજાર નવાનાકા મેઈન રોડ કોર્નર ખાતેથી (૧)ચોકો બોલ કન્ફેક્શનરી (લુઝ) (૨)મિક્સ મુખવાસ (લુઝ)ના નમૂના લેવામાં આવેલ. રામેશ્વર ડેરીફાર્મઃ નંદનવન ટાવર, શોપ નંબર ૩, રણુજા મંદિર સામે, કોઠારીયા રોડ ખાતેથી (૧)ભાખરવડી નમકીન (લુઝ) (૨)કાજુ કતરી (મીઠાઇ-લુઝ)ના નમૂના લેવામાં આવેલ. અમળત મુખવાસઃ પરા બજાર મેઇન રોડ ખાતેથી (૧)તલ અળસીનો મિક્સ મુખવાસ (લુઝ) (૨)મીઠા પાન મસાલા માઉથ ફ્રેશનર (લુઝ)ના નમૂના લેવામાં આવેલ.
પ્રકાશ સ્ટોર્સઃ નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે ખાતેથી (૧)મીઠા આમળા કેન્ડી (લુઝ) (૨)તલ ધાણાદાળ મિક્સ મુખવાસ (લુઝ)ના નમૂના લેવામાં આવેલ. પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મઃ ન્યુ એમ્પાયર બિલ્ડીંગ, શોપ નંબર ૧૩, ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, ખાતેથી કાજુ કેરેમલ લાડુ મીઠાઈ (લુઝ), મકાઈ પૌવા ડ્રાયફ્રુટ ચેવડો (લુઝ)ના નમૂના લેવામાં આવેલ. જયારે આશાપુરા હોટલ(પાન & કોલ્ડડ્રીક્સ): એજી ચોક, પુષ્કરધામ રોડ કોર્નર, કાલાવડ રોડને લાઇસન્સ ન દર્શાવવા બાબતે નોટિસ આપેલ.










