તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
બન્ને સંઘના ૧ર૦૦ ભાવિકોએ લાભ લીધો ઇન્દ્રપ્રસ્થનગર અને વૈશાલીનગરમાં સંઘ જમણ સંપન્ન

રાજકોટ તા. ર૧ :.. શ્રી પી. એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે ઇન્દ્રપ્સ્થનગર આરાધના ભવન અને વૈશાલીનગર જશ-પ્રેમ-ધીર સંકુલનું સંયુકત સંઘ જમણ પૂ. શ્રી ધીર ગુરુદેવના આજ્ઞાની વર્તી પ્રવર્તિની પૂ. વનિતાબાઇ મ.સા., પૂ. હંસાબાઇ મ.સ. આદિ ઠાણા-૮ તથા પૂ. સરોજબાઇ મ.સ. આદિ ઠાણાના ચાતુર્માસના પર્યુષણ કર્તવ્ય રૂપે તા. ર૦ ના ડો. સી. જે. દેસાઇ મહાવીર ભવન ખાતે સુશીલાબેન ઇન્દુભાઇ બદાણી હોલ ખાતે પ્રસન્નતાપૂર્વક સંપન્ન થયેલ. જેમાં ૧ર૦૦ થી વધુ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરેલ.
મુખય લાભાર્થી પરિવારના ઇન્દુભાઇ બદાણી, જીતુભાઇ બેનાણી પરિવારના અમી દર્શન કારીયા તથા ડો. શ્યામ ગોહીલ, ડો. નીલ ગોહીલ, ડો. જયદીપ દેસાઇ, ડો. ધર્મેશ સોલંકી, ડો. દીપલ સોલંકી, ડો. પારસ શાહ, ડો. અરવિંદ ભટ્ટ, ડો. પ્રશાંત શેઠ, ડો. સી. વી. અજમેરા, ડો. કમલેશ દોમડીયા, વગેરેની ઉપસ્થિતી હતી.
ડો. સંજય શાહ, જયશ્રી શાહ, પ્રદીપ દોશી, તારક વોરા, જય પારેખ, વિશાલ શાહ, વિપુલ પંચમીયા વગેરે એ વ્યવસ્થા જાળવી હતી
(3:23 PM IST)










