તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
આપઘાતના પ્રયાસના ૧૩ બનાવ
ગોપાલ ચોક પાસે રહેતાં મહિલા વધુ પડતી ઉંઘની ગોળી પી ગયાઃ કણકોટના મહિલા ફિનાઇલ પી ગયાઃ વાણીયાવાડીના યુવાને ફિનાઇલ પીધું: બજરંગવાડીમાં આધેડે ફાંસો ખાધોઃ બોટાદ રાજપરામાં મીઠાઇનો કારીગર એસિડ પી ગયોઃ શાપરમાં મહિલાએ ઉંદરની દવા પીધીઃ મેટોડામાં લિવ ઇન પાર્ટનરને ત્યાં મહિલાએ વધુ દવા પી લીધીઃ ફાગસ ગામે સગર્ભા ઝેર પી ગઇઃ ચોટીલા નવાગામમાં વૃધ્ધે કીડી મારવાનો પાવડર પીધોઃ માંડાડુંગરના અર્જુને એસિડ, શીવધારાના કિરણભાઇએ ઝેરી ટીકડી, સર્વોદયમાં જશુબેને જંતુનાશક દવા અને ગાંધીગ્રામના યુવાને ઝેરી ટીકડી પીધી

રાજકોટ તા. ૧૦: તહેવારના દિવસોમાં જુદા જુદા કારણોસરે લોકોએ દવા પીને કે ગળાફાંસો ખાઇને અથવા તો વધુ પડતી દવા પી લઇને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આવા અલગ અલગ તેર બનાવો બન્યા હતાં.
પ્રથમ બનાવમાં યુનિવર્સિટી રોડ ગોપાલ ચોકમાં રહેતાં ઇલાબેન રાજુભાઇ મારૂ (ઉ.વ.૪૮) નામના મહિલાએ બેસતા વર્ષની સવારે ઉંઘની વધુ ગોળીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ ચશ્માની દુકાન ચલાવે છે. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
બીજા બનાવમાં કણકોટ રહેતાં નીલાબેન અલ્પેશભાઇ લખતરીયા (ઉ.વ.૩૮) નામના મહિલાએ ધોકા-પડતર દિવસની સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
ત્રીજા બનાવમાં વાણીયાવાડી પાસે ગીતાનગર-૫માં રહેતાં શેખરભાઇ કિરીટભાઇ ગઢવી (ઉ.વ.૩૩) નામના યુવાને ૧૦મીએ સવારે સાડા છએક વાગ્યે વાસણ સાફ કરવાનું લિક્વીડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચોથા બનાવમાં બજરંગવાડી શેરી નં. ૧૫માં રહેતાં દિલાવરભાઇ મહમદભાઇ મહેલાણી (ઉ.વ.૪૫) ૧૦મીની રમોડી રાતે પંખામાં ચાદર બાંધી લટકવા જતાં પુત્રવધૂ જોઇ જતાં દેકારો મચાવતાં ઘરના લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. પરિવારજનોએ કહ્યું હતું કે તે કંઇ કામ કરતાં નથી. ઘરમાં માથાકુટ કરતાં રહે છે. લટકી જવાનું નાટક તેમણે કર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
પાંચમા બનાવમાં જામનગર ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતો મુળ એમપીનો ટીન્કુ રામનરેશ (ઉ.વ.૩૫) નામનો મીઠાઇનો કારીગર બોટાદના રાજપરા ગામે શ્રી ચાકુંડા ફરસાણ ખાતે મીઠાઇ બનાવવાનું કામ કરવા ગયો હોઇ ત્યાં બેસતા વર્ષની બપોરે કોઇ કારણે એસિડ પી જતાં સારવાર માટે બોટાદ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વલ્લભીપુર પોલીસને જાણ કરી હતી.
છઠ્ઠા બનાવમાં શાપર વેરાવળમાં રહેતાં શીતલબેન શૈલેષભાઇ લીંબડ (ઉ.વ.૩૬) નામના મહિલાએ બેસતા વર્ષની સાંજે ચારેક વાગ્યે ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી. શિતલબેનને સંતાનમાં બે દિકરા છે. તેણી પતિ સાથે કંપનીમાં નોકરી કરે છે. કોઇ ટેન્શનને કાણે પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું.
સાતમા બનાવમાં મેટોડામાં રોયલ હાઇટ્સ પાસે રહેતાં ૩૫ વર્ષના મીહલાએ બેસતા વર્ષની સવારે મેટોડા લિવ ઇન પાર્ટનરને ત્યાં હતાં ત્યાર કોઇ કારણે વધુ પડતી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.
આઠમા બનાવમાં કાલાવડના ફાગસ ગામે રહેતી વિલાસબેન નિલેષ માવી (ઉ.વ.૧૮) નામની પરિણીતાએ બેસતા વર્ષની બપોરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કાલાવડ તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા છે અને હાલમાં પાંચ માસની સગર્ભા છે. પોલીસેક ારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
નવમા બનાવમાં ચોટીલાના નવાગામમાં રહેતાં દેવરાજભાઇ ગોદરભાઇ ખાવડુ (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ બેસતા વર્ષની સાંજે કીડી મારવાનો પાવડર પી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોટીલા પોલીસને જાણ કરાઇ હતી.
દસમા બનાવમાં માંડાડુંગર પાસે જનતા પ્લાય નજીક રહેતાં અર્ર્જુન ચેતનભાઇ કુમાર (ઉ.વ.૨૦) નામના યુવાને ગુરૂવારે રાતે એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.
અગીયારમા બનાવમાં માલધારી સોસાયટી પાસે શીવધારા-૨માં ફેરીલેન્ડ ગાર્ડન પાછળ રહેતાં કિરણભાઇ બીજરામ મારૂ (ઉ.વ.૩૫) નામના યુવાનને ગુરૂવારે રાતે પત્નિ સાથે ચડભડ થતાં જંતુનાશક ટીકડીઓ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
બારમા બનાવમાં થોરાળા સર્વોદય સોસાયટી-૬ના ખુણે રહેતાં જશુબેન અશ્વીનભાઇ પરમાર (ઉ.વ.૪૦) રાતે કોઇ કારણોસર જંતુનાશક દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. તેરમા બનાવમાં ગાંધીગ્રામ ભારતીનગર-૧માં રહેતાં મહિપતસિંહ અશોકસિંહ નામના ૨૨ વર્ષના યુવાને રાતે ગ્રીન પાર્ક નજીક નાયરા પંપ પાસે કોઇ ટીકડીઓ પી લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.
(12:30 PM IST)










