<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

મુખવાસ-ડ્રાયફ્રુટ-મીઠાઇ-ગુલકંદ સહિત ૧૪ નમુના લેવાયા

મનપા દ્વારા તહેવારોને અનુલક્ષીને વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ : ભગવતી ફુડ ઝોન-કોઠારીયા રોડ ખાતે ૧૦ કિલો તથા ધ કાઠીયાવાડી ચૂલો-નંદા હોલ સામેથી ૮ કિલો અખાદ્ય પદાર્થનો નાશઃ ફુડ શાખા ત્રાટકી

રાજકોટ તા.૩: આરોગ્‍ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે દિવાળીના તહેવારને અનુલક્ષીને સ્‍પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૨૭ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૧૮ કિલો અખાદ્ય/ વાસી/ પડતર/ એક્‍સપયાર્ડ જથ્‍થાનો નાશ કરવામાં આવેલ. જે પૈકી કુલ -૦૭ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.૭,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્‌ટી & સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૧૪ નમૂના લઈ પળથ્‍થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

મનપાની સતાવાર યાદી મુજબ ભગવતી ફૂડ ઝોનઃ કેદાર સોસાયટી ગેટ સામે, કોઠારીયા રોડ ખાતેથી મંચૂરિયન, પનીર, બાફેલા બટેટા વગેરે મળી કુલ ૧૦ કિલો જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્‍ડિશન અંગે નોટિસ આપેલ. રૂ.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. ધ કાઠિયાવાડી ચૂલોઃ નંદા હોલ સામે, કોઠારીયા રોડ ખાતેથી તૈયાર શાક, સંભારો, વગેરે મળી કુલ ૮ કિલો જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્‍ડિશન અંગે નોટિસ આપેલ. રૂ.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.

જયારે એપેક્ષ ટ્રેડર્સઃ આનદ ભુવન, ચંપક નગર-૩, પેડક રોડ ખાતેથી  (૧)અંજીર (લૂઝ) (૨)જશ ડ્રાય ફ્રૂટ્‍સ આલમંડ (૫૦૦ gm pkd)ના નમૂના લેવામાં આવેલ. રઘુવીર ટ્રેડીંગઃ મારુતિ નગર, ૫૦ ફૂટ મેઇન રોડ,  પટેલ ચોક પાસે, કુવાડવા રોડ, ખાતેથી (૧)રઘુવીર ડ્રાય ફ્રૂટ્‍સ મુખવાસ (૨૫૦ gm pkd)નો નમૂના લેવામાં આવેલ. ગોકુલ એજન્‍સીઃ મારુતિ નગર, ૫૦ ફૂટ મેઇન રોડ,  પટેલ ચોક પાસે, કુવાડવા રોડ ખાતેથી (૧)બંસી પપૈયાં મુરબ્‍બા (ટૂટી ફૂટી) (૪૦૦ gm pkd)નો નમૂના લેવામાં આવેલ.

ઉપરાંત સાગર ફ્રુટ્‍સઃ રઘુવીરપરા -૨ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની સામે, પરાબજાર, ખાતેથી (૧)કાજુ ફાડા (ડ્રાયફ્રુટ લુઝ) (૨)કાળી દ્રાક્ષ (ડ્રાયફ્રુટ-લુઝ)ના નમૂના લેવામાં આવેલ. શ્રી અશોકવિજય ડેરીફાર્મઃ ૧૨ -સોરઠીયા વાડી કોર્નર, કોઠારીયા રોડ, સોરઠીયા વાડી સર્કલ પાસે ખાતેથી (૧)બટર વેનીલા પેંડા (લુઝ) (૨)મલાઈકટ (મીઠાઈ- લૂઝ)ના નમૂના લેવામાં આવેલ. ભગવતી ઇન્‍ટરનેશનલઃ ફર્સ્‍ટ ફ્‌લોર, શોપ નંબર -૨૮૬, પરાબજાર મેઇન રોડ, જુબેલી બાગ રોડ ખાતેથી (૧)રોસ્‍ટેડ પેપર કેસ્‍યુ (ડ્રાયફ્રુટ લુઝ) (૨)કિસમિસ (લુઝ)ના નમૂના લેવામાં આવેલ.

હિરાર્થ નમકીન ્રૂ ડ્રાયફ્રુટઃ શોપ નંબર B-૧/૨, જન કલ્‍યાણ એપાર્ટમેન્‍ટ, સરદાર નગર મેઇન રોડ ખાતેથી (૧)મિક્‍સ ડ્રાયફ્રુટ બોલ(મીઠાઇ-લૂઝ) (૨)કુકીઝ (લુઝ)ના નમૂના લેવામાં આવેલ.

શ્રીરામ શીંગ & નમકીનઃ સ્‍પાર્કલ બિલ્‍ડીંગ, કોટેચા નગર મેઇન રોડ, કોટેચા સ્‍કૂલ સામે, રાજકોટ. (૧)FOOD STUDIO BLACK RAISINS (SEED LESS) (૨૫૦GM PKD) (૨)BULLION THANDA MITHA GULKAND (૨૦૦GM PKD) ના નમૂના લેવામાં આવેલ.

દામોદર ડેરીફાર્મઃ નંદનવન રેસીડેન્‍સી -૩, શોપ નં. ૮/૯, નંદનવન મેઇન રોડ, મવડી ખાતેથી મીઠાઈ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે તેમજ લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. જલારામ ખમણ હાઉસઃ તિરુપતિ નગર -૫, આશીર્વાદ કોમ્‍પ્‍લેક્‍સ, રૈયા રોડ ખાતેથી લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. લક્ષ્મી નારાયણ સેલ્‍સ એજન્‍સીઃ આશીર્વાદ કોમ્‍પ્‍લેક્‍સ તિરૂપતિ નગર -૫, રૈયા રોડ ખાતેથી લાઇસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. જય બાલાજી ફૂડ પ્રોડક્‍ટસઃ ગાંધીગ્રામ -૬/બ એસ.કે ચોક પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતેથી લાઇસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.

સાથે જ જલારામ ફરસાણઃ તિરૂપતિ નગર -૫, આશીર્વાદ કોમ્‍પ્‍લેક્‍સ સામે, રૈયા રોડ, ખાતેથી લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. શ્રી શક્‍તિ હોટેલઃ પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોક ખાતેથી ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. જય સરપંચ ચાઃ પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોક ખાતેથી ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.

ક્રિષ્‍ના શોપઃ પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોક ખાતેથી ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. જય માતાજી રેસ્‍ટોરન્‍ટઃ પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોક ખાતેથી ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. શ્‍યામ ક્‍લિનિકઃ પ્રગતિ કોમ્‍પ્‍લેક્‍સ, ગીરીરાજ હોસ્‍પિટલ થી જગન્નાથ ચોક ખાતેથી ફૂડ લાઇસન્‍સ બાબતે સૂચના આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.(૨.૧૦)

 

(3:17 PM IST)