હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૪ વર્ષની બાળા સાથે પોપટપરાના નામીચા મિહીર કુગશીયા સહિત ૭નો ગેંગરેપઃ ભક્તિનગર પોલીસે ૪ને દબોચ્યા
સગીરાને તેની જ સગીર વયની બહેનપણીએ છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ કરવા, વાતો કરવા મોબાઇલ દીધોઃ એક જણાએ સીમ કાર્ડ આપ્યું: પછી ઇન્સ્ટાગ્રામ પર આઇડી બનાવી અલગ અલગ છોકરાઓ સાથે વાતો કરાવીઃ આ છોકરાઓ સાથે ફરવા જવાનું કહી પોતે પણ સાથે જતી, પણ પછી સગીરાને જે તે શખ્સ સાથે મોકલી પોતે અલગ પડી જતી એક વખત તો ડરના માર્યા અગાઉ સગીરાએ એસિડ પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતોઃ મહિલા પોલીસ અને શી ટીમની હાજરીમાં ફરિયાદ લેવાઇઃ મિહીર કુગશીયા પોલીસની ઓળખ આપી બસ સ્ટેશન પાછળની હોટેલમાં બે વખત લઇ ગયો અને બળજબરી આચરી ધમકાવીઃ રજાકે પણ હોટેલમાં લઇ જઇ બળજબરીનો પ્રયાસ કર્યોઃ બે દિવસ પહેલા ફરી વખત કારમાં બેસાડી ધવલના ઘર નજીક લઇ ગયોઃ અહિ કારમાં જ રજાકે છરીની અણીએ અને બાદમાં વારાફરતી આસીફ અને ધવલે પણ બળજબરી આચરી લીધીઃ મધરાતે ઘરે પહોંચી માતા-પિતાને જાણ કર્યા બાદ ભક્તિનગર પોલીસને જાણ કરાઇ મિહીર કુગશીયા પોલીસનો સ્વાંગ રચી લૂંટ ચલાવવાના ગુનાઓમાં ચડી ગયો છે પોલીસ ચોપડેઃ હવે ગેંગરેપમાં સંડોવાયો મોટા ભાગના હવસખોરો ઇન્સ્ટાગ્રામથી મેસેજ કોલ કરી સગીરાને ફરવા જવા, આટો મારવા જવાના બહાને લઇ ગયા અને હવસખોરી આચરી હોવાનું ખુલ્યું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમાર, એએઅસાઇ નિલેષભાઇ મકવાણા, તોરલબેન જોષીએ ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૯: શહેરમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરાને તેની જ સગીર વયની બહેનપણીએ મોબાઇલ ફોન આપ્યા બાદ અલગ અલગ છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ કરાવી આ છોકરાઓ સાથે મોકલતાં આ શખ્સોએ બગીચામાં બોલાવી અડપલા કરી તેમજ બીજાઓએ હોટેલમાં, કારમાં આ બાળા સાથે હવસખોરી આચરી લઇ છરી બતાવી ધમકી આપી દેહ પીંખી નાંખતા ચકચાર જાગી છે. ભક્તિનગર પોલીસ સુધી આ ઘટના પહોંચતા ભોગ બનનારની સગીર વયની સહેલી તેમજ આ સહેલીએ જેટલા છોકરાઓ સાથે સંપર્ક કરાવ્યો તેવા ૭ મળી કુલ ૮ વિરૂધ્ધ ધાકધમકી, ગેંગરેપનો ગુનો દાખલ કરી ૪ને પકડી લેવાયા છે. આ બાળાને બસ સ્ટેશન પાછળની હોટેલમાં બે વખત લઇ જઇ બળાત્કાર ગુજારનારો નામચીન મિહીર કુગશીયા હોવાનું ખુલ્યું છે. આ શખ્સ અગાઉ પોલીસનો સ્વાંગ રચી લૂંટો ચલાવવાના ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો.
ગેંગરેપની આ ઘટનામાં ભક્તિનગર પોલીસે ભોગ બનનાર ૧૪ વર્ષની બાળાની ફરિયાદ પરથી સોરઠીયાવાડી આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારની એક સગીરા (સગીર છોકરી), કોઠારીયા સોલવન્ટ ક્વાર્ટરના દેવીલ ઉર્ફે સાહિલ, સાહિલ ઉર્ફે ઝેરી, પોપટપરાના નામચીન મિહીર કુગશીયા, જંગલેશ્વર-૨૯ના રજાક ઠેબા, રામેશ્વર મંદિર પાસે રહેતાં ધવલ, હુશેની ચોકના આશીફ શાહમદાર અને ઘાંચીવાડના સુલતાન સલીમભાઇ સવાણ મળી ૮ જણા વિરૂધ્ધ ગેંગરેપ, જાતીય સતામણી, ધાકધમકીનો ગુનો દાખલ કરી ચાર જેટલા આરોપીઓને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર બાળાએ પોતાની આપવીતી ફરિયાદ સ્વરૂપે વર્ણવી હતી. તેમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મેં ધોરણ-૭ સુધી અભ્યાસ કર્યો છે. પછી ભણવાનું મુકી દીધુ હતું. તા. ૧૮/૫/૨૬ના રાતે નવેક વાગ્યે હું એક ગેરેજ પાસે બેઠી હતી ત્યારે મારા પિતા મારી પાસે મોબાઇલ ફોન જોઇ જતાં મને પુછતાં મેં આ ફોન મારી બહેનપણી કે જે આવાસ ક્વાર્ટરમાં રહે છે અને તે પણ સગીર વયની છે તેણે આપ્યો છે તેમ કહ્યું હતું. તેણીએ મને અલગ અલગ છોકરાઓ સાથે વાત કરવા ફોન આપ્યો હોવાનું અને તેમાં સીમ કાર્ડ ન હોઇ ઘાંચીવાડના સુલતાન સલિમભાઇ સવાણએ સીમકાર્ડ આપ્યાનું મેં કહ્યું હતું. સુલતાન મને સોરઠીયા વાડી બગીચામાં મળવા બોલાવી કીસ કરતો હતો અને તે તેના મમ્મીના ફોનમાંથી મને ફોન કરતો હતો. બાદમાં મેં આ સીમ કાર્ડનો ઉપયોગ કરી ફોનમાં ઇન્સ્ટાગ્રામ આઇડી ચાલુ કરી હતી.
બાળાએ વધુમાં જણાવ્યું હતું કે બે ત્રણ મહિના પહેલા મારી સગીર સખીએ તેના કોઇ ફ્રેન્ડ દેવીલ ઉર્ફે સાહિલ જે કોઠારીયા સોલવન્ટ પાસે રહે છે તેનો નંબર આપી પરીચય કરાવ્યો હતો. પછી દેવીલ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતો હતો. તા. ૨૯/૩/૨૬ના રોજ મને દેવીલનો ફોન આવેલ અને ફરવા જવાની વાત કરી હતી. પછી તેણે દેવપરા પાસે ચાઇનીઝ પંજાબી નજીક તું આવ તને સાહિલ ઉર્ફે જેરી તેડવા આવે છે તેમ કહેતાં હું ત્યાં જતાં સાહિલ ઉર્ફે જેરી બાઇક લઇને આવ્યો હતો. તે મને જંગલેશ્વર-૩૪માં સીધો તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેની પત્નિ અને દેવીલ ઉર્ફે સાહિલ હતો. અહિથી ઝેરી અને તેની ઘરવાળી જતાં રહ્યા હતાં.
બાદમાં દેવીલ ઉર્ફે સાહિલે મને પલંગ પર સુવડાવી નગ્ન કરી છરી બતાવી પાંચ વખત શરીર સંબંધ બાંધી લીધો હતો તેમજ આની કોઇને ખબર ન પડવી જોઇએ તેમ કહી ધમકી આપી હતી. બીજા દિવસના બપોરના અઢી સુધી મને અહિ રાખી હતી અને બાદમાં મુકી ગયો હતો. આ દિવસે હું ખુબ ડરી ગઇ હતી, જેથી મેં ઝેરી પ્રવાહી પી લીધુ હતું. ત્યારબાદ તા. ૬/૫ના રોજ સાંજે પાંચેક વાગ્યે હું અને મારી સખી સાથે હતાં ત્યારે મારી સખીએ એક્ટીવા પર નીકળેલા બે શખ્સને રાડ પાડી બોલાવ્યા હતાં. આથી આ બંને આવ્યા હતાં.
મારી સગીર સખીએ તેની ઓળખાણ કરાવી હતી. જેમાં એક મિહીર કુગશીયા અને બીજો સમીર ગામેતી-સંધી હતો. સખીએ ચાલો આપણે આટો મારવા જઇએ તેમ કહેતાં અમે બંને મિહીર અને સમીર સાથે તેના વાહનમાં બેસી ગયા હતાં. હું મિહીર પાછળ બેઠી હતી. અમે રીંગ રોડ જવા નીકળ્યા હતાં. પણ બાદમાં મિહીર મને બસ સ્ટેશન પાછળની હોટેલે લઇ ગયો હતો અને હું પોલીસવાળો છું તું કંઇ બોલતી નહિ તેમ કહી હોટેલના ઉપરના માળે લઇ ગયો હતો. અહિ ફરીથી પોલીસની ઓળખ આપી હતી અને મને નિર્વષા કરી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. બે કલાક સુધી અહિ રોકી રાખી મને ધમકાવી હતી અને હું કહું ત્યારે બીજીવાર પણ આવવું પડશે તેમ કહી બાદમાં મને મુકી ગયો હતો.
હું ખુબ ડરી ગઇ હોઇ મેં ઘરમાં કોઇને વાત કરી નહોતી. બીજા દિવસે ફરી મિહીર કુગશીયાએ મને ઇન્સ્ટાગ્રામ આઇડથી મેસેજ કર્યો હતો અને સાંજે પાંચ વાગ્યે લેવા આવશે તેમ કહી મને બહાર આવવાનું કહ્યું હતું. વાત થયા મુજબ મિહીર અને સમીર અલગ અલગ એક્સેસ, એક્ટીવા પર આવ્યા હતાં. હું મિહરી પાછળ અને મારી સખી સમીર પાછળ બેસી ગઇ હતી. ફરીથી મિહીર મને બસ સ્ટેશન પાછળની હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં પોલીસમાં છું કોઇને કહેવાનુ નહિ તેમ કહી મને નિર્વષા કરી ગાળો દઇ બે વખત શરીર સંબંધ બાંધી લીધો હતો. સાંજે સમીરને ફોન કરતાં તે મારી સખીને લઇને આવ્યો હતો. પછી મને અને સખીને આ સમરી અટલ સરોવર લઇ ગયેલો. ત્યાંથી રાતે અગીયાર વાગ્યે પરત મુકી ગયો હતો.
મિહીર મને ઇન્સ્ટાગ્રામાં ફોન કરી સતત આ વાત કોઇને કહેતી નહિ, ગમે ત્યાં મળીશ ત્યારે મારીશ તેવી ધમકી આપતો હતો. જેથી હું કોઇને વાત કરતી નહોતી. ડરને કારણે તેને મેસેજના જવાબ પણ આપતી નહોતી. આ પછી તા. ૧૬/૫/૨૬ના રોજ રજાક ઠેબા જે અગાઉ ઇન્સ્ટાગ્રામમાં મારી સાથે વાત કરતો તેણે મને મેસેજ કર્યો હતો. સાંજે મને એકટીવામાં બેસાડી આટો મારવાના બહાને કોઠારીયા સોલવન્ટ તરફ લઇ જઇ ફ્રેન્ડશીપ કરવાનું કહી બાદમાં બસ સ્ટેશન પાછળ હોટેલમાં લઇગયો હતો. તેણે મને તું મારી સાથે રિલેશનમાં રહે તેવું કહેતાં મેં ના પાડી રૂમમાં ખાલી બેસીએ તેમ જણાવતાં તેણે પરાણે શરીર સંબંધ બાંધવાની કોશીષ કરી હતી. બાદમાં ધમકી આપી કોઇને વાત કરીશ તો જોયા જેવી થશે તેવી ધમકી આપી રાતે મુકી ગયો હતો.
ત્યારબાદ ૧૭/૫ના રજાકે ફરી ઇન્સ્ટાગ્રામથી મેસેજ કરી રાતે આટો મારવા જવાનું કહેતાં મેં કાલે થયું એવુ ન થવું જોઇએ તેમ કહેતાં તેણે હા પાડી હતી. બાદમાં તે મને સફેદ સ્વીફટ કાર જે કાળા કાચવાળી હતી તેમાં બેસાડી હતી. આ ગાડીમાં પહેલેથી જ જંગલેશ્વર હુશેની ચોકનો આસીફ શાહમદાર અને રામેશ્વર મંદિર પાસે રહેતો ધવલ બેઠેલા હતાં. પછી કાર ધવલના ઘર પાસે લઇ જવાઇ હતી. જ્યાં આસીફ, ધવલ ઉતરી ગયા હતાં. રજાક પાછલી સીટમાં આવી ગયો હતો અને મને છરી બતાવી મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધી લીધો હતો.
આ પછી આસીફ કારમાં આવ્યો હતો અને તેણે પણ કોન્ડોમ પહેરીને શરીર સંબંધ બાંધી લીધો હતો. આસીફ બહાર ગયા બાદ ધવલ આવી ગયો હતો અને તેણે પણ કોન્ડોમ પહેરી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્રણેયએ એકાદ કલાકમાં મારી સાથે વારાફરતી શરીર સંબંધ બાંધી લીધો હતો. જેથી હું ખુબ ડરી ગઇ હતી. આ પછી મેં મારી સાથે મારી સખી તેમજ દેવીલ ઉર્ફે સાહિલ, મિહીર કુગશીયા, સ્વીફટવાળો રજાક ઠેબા, આસીફ શાહમદાર અને ધવલે જે કંઇ કર્યુ તેની વાત મેં મારા માતા-પિતાને ગઇકાલે મોડી રાતે કરી હતી. આથી તેઓ મને પોલીસ સ્ટેશને લાવ્યા બાદ મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં બાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. તોરલબેન જોષી સહિતે શી ટીમ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં એફઆઇઆર દાખલ કરી હાલ તુર્ત ચાર જેટલા આરોપીઓને સકંજામાં લઇ લીધા છે. નોંધનીય છે કે મિહીર કુગશીયા નકલી પોલીસ બની લૂંટ ચલાવવાના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તેના સહિતનાને પોલીસ શોધી રહી છે. (૧૪.૧૪)
આ આઠ સામે પોલીસે ગુનો દાખલ કર્યો
(૧) ભોગ બનનાર બાળાની સગીર વયની બહેનપણી
(૨) દેવીલ ઉર્ફે સાહિલ (કોઠારીયા સોલવન્ટ-૧૭),
(૩) સાહિલ ઉર્ફે ઝેરી
(૪) મિહીર કુગશીયા (પોપટપરા)
(૫) રજાક ઠેબા (જંગલેશ્વર)
(૬) ધવલ (રામેશ્વર મંદિર પાસે)
(૭) આસીફ શાહમદાર (હુશેની ચોક)
(૮) સુલતાન સલીમભાઇ સવાણ (ઘાંચીવાડ)










