<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

૧૫૦ ફુટ રીંગ રોડ પર સાયકલ ટ્રેક સર્વિસ રોડ અને ફુટપાથ હવેથી નો પાર્કીંગ ઝોન

રાજકોટ, તા., ૧રઃ શહેરની માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ટ્રાફીકથી ધમધમતા ૧પ૦ ફુટ રીંગ રોડ પર બનાવાયેલા સાયકલ ટ્રેક અને ફુટપાથ પર વહનો પાર્ક નહી કરવા બાબતે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી આ રોડને નો પાર્કીંગ ઝોન જાહેર કરાયો છે.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રસ્‍તા ઉપર સાયકલ ચાલકોની સલામતીને ધ્‍યાને લઇ સાયકલ ટ્રેક બનાવાયો છે. છતા આ સાયકલ ટ્રેક સવિસ રોડ અને ફુટપાથ પર અવાર નવાર ખાનગી સહીતના વાહનો પાર્ક કરાતા હોવાથી સાયકલ ટ્રેકનો ઉપયોગ અવરોધીત બન્‍યો છે. આ વચ્‍ચે સાયકલ ચાલકોને મુખ્‍યમાર્ગ પર વાહનોની વચ્‍ચેથી પસાર થવુ પડે છે. બીજીતરફ સાયકલ ટ્રેક, સર્વિસ રોડ અને ફુટપાથ પર અનઅધિકૃત પાર્કિંગાના કારણે અકસ્‍માતની શકયતા નકારી શકાતી નથી. જેથી શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ૧૫૦ ફુટ રીંગ રોડ પણ સાયકલ  ટ્રેક, સર્વીસ રોડ અને ફુટપાથને ‘નો પાર્કિંગ'  ઝોન જાહેર કરતુ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરાયુ છે.

(3:45 PM IST)