<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

15મી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાજકોટના ભુપેન્દ્ર રોડ શ્રી બાલાજી હનુમાનજી મહારાજને તિરંગાના દિવ્ય વાઘા અને ગુલાબથી સુશોભિત કરાયા

ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કરીને રાષ્ટ્રભક્તિ અને ધાર્મિક ભાવનાનો સમન્વય અનુભવ્યો : ભજન, હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગાન સાથે વાતાવરણ ભક્તિમય બન્યું

રાજકોટ તા.૧૫ : આજે 15મી ઓગસ્ટ, ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાજકોટના ભુપેન્દ્ર રોડ શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે હનુમાનજી મહારાજને તિરંગાના રંગોમાં દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સમગ્ર મૂર્તિને દેશભક્તિના પ્રતીક સમાન કેસરી, સફેદ અને લીલા રંગના વસ્ત્રોથી શણગારવામાં આવી હતી. સાથે સાથે ગુલાબના ફૂલોથી ભવ્ય ડેકોરેશન કરી મંદિર પરિસરને આકર્ષક બનાવવામાં આવ્યો હતો.

ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કરીને રાષ્ટ્રભક્તિ અને ધાર્મિક ભાવનાનો સમન્વય અનુભવ્યો. ભજન, હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગાન સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આ સુશોભન દ્વારા દેશભક્તિ અને આસ્થાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

(1:40 PM IST)