હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેરના પોલીસ સ્ટેશનો- ટ્રાફિક બ્રાંચના ૧૭ પીએસઆઇની અરસ પરસ બદલી

રાજકોટ તા. ૧૦: શહેર પોલીસમાં ફરજ બજાવતાં ૧૭ પીએસઆઇની અરસ-પરસ બદલીનો હુકલ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યો છે.
જેમની બદલી થઇ છે તેમાં પીએસઆઇ પી.જી. આલને તાલુકા પોલીસમાંથી પ્રોસિકયુશન સેલમાં મુકાયા છે, એએચટીયુના આર. કે. ગોહિલને એસઓજીમાં, થોરાળાના એમ. જી. સોલંકીને એએચટીયુમાં, ટ્રાફિક શાખાના એસ. એમ. સૈયદને કુવાડવા પોલીસમાં, કે. એસ. ભગોરાને બી-ડિવીઝનમાં, બી-ડિવીઝનના જે. આર. સોલંકીને એ-ડિવીઝનમાં, તાલુકાના બી. આર. ભરવાડને પ્ર.નગરમાં, તાલુકાના એમ. આઇ. શેખને બી-ડિવીઝનમાં, ટ્રાફિકમાંથી આઇ. એન. કટીયાને રીડર ટુ ટ્રાફિક ડીસીપીમાં બદલી થઇ છે.
તેમજ એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ. એમ. જાડેજાને યુનિવર્સિટી પોલીસમાં, પ્ર.નગરના જે. એન. ગમારાને તાલુકામા, કુવાડવાથી આર.કે. સામુદ્રેની ટ્રાફિકમાં, એ-ડિવીઝનથી એચ. જે. સોલંકીની તાલુકાં, યુનિવર્સિટીના બી.એસ. ચૌહાણની આજીડેમ પોલીસમાં, યુ.કે. બાંભણીયાની મહિલામાંથી કુવાડવા પોલીસમાં, એમ.બી. રામાણીની રીડરમાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બદલી થયાનું જાણવા મળ્યું છે.










