તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
રેલનગર વિસ્તારમાંથી ૧૭ વર્ષની સગીરા ગૂમઃ પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
દિવાળીએ રાતે ફરીને આવ્યા બાદ બધા સુઇ ગયા હતાં: ધોકાની સવારે સગીરા ગૂમ હતી

રાજકોટઃ શહેરમાંથી વધુ એક સગીરા ગૂમ થઇ છે. રેલનગર વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા ગૂ થઇ જતાં પિતાએ પોલીસને જાણ કરતાં અપહરણનો ગુનો દાખલ કરાયો છે. દિવાળીની રાતે પરિવારજનો ફરીને બહારથી ઘરે આવ્યા બાદ સુઇ ગયા હતાં. ધોકા-પડતર દિવસની સવારે જાગ્યા ત્યારે નાની દિકરી ઘરમાંથી ગાયબ હતી. આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર વિસ્તારમાં રહેતાં આધેડથી ફરિયાદ પરથી અજાણયા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. સગીરા ગૂમ થવાના કિસ્સામાં નિયમ અનુસાર પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાએ તુરંત અપહરણનો ગુનો નોંધવા સુચના આપતાં હેડકોન્સ. પી. વી. મહિડાએ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એ. પી. રતને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(6:25 PM IST)










