હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરનગરમાંથી ૧૭ વર્ષનો યુપીનો સુરજીતસિંગ ગૂમઃ અપહરણનો ગુનો
વતન જવાની વાત કરતો હોઇ કારખાનેથી શેઠ રૂમ પર મુકી ગયા હતાં: સાંજે મોટો ભાઇ આવ્યો ત્યારે ગાયબ હતોઃ માલવીયાનગર પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૦: મવડી પ્લોટના અમરનગરમાં રૂમ રાખીને મોટા ભાઇ સાથે રહેતો મુળ યુપીની ૧૭ વર્ષનો છોકરો ચાર દિવસ પહેલા કારખાને શેઠ સાથે પોતાને વતન જવું છે તેમ કહી રૂમ ખાતે આવ્યા બાદ સાંજે તેનો મોટો ભાઇ કામેથી ઘરે આવ્યો ત્યારે રૂમ ખાતે ન મળતાં અને શોધખોળ કરવા છતાં મળી ન આવતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે અમરનગર-૧ ફાયર સ્ટેશન પાસે રહેતાં મુળ યુપીના ખરકા ગામના સુભાષસિંગ ચરણસિંગ (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુભાષસિંગ માતા, પિતા સહિતના પરિવાર સાથે રહે છે. ચાર ભાઇ, એક બહેનમાં તે મોટો છે. માતા-પિતા, બહેન સહિતના વતનમાં રહે છે. નાનો ભાઇ જે ૧૭ વર્ષનો છે તે તથા અન્ય એક ૧૫ વર્ષનો ભાઇ રાજકોટમાં તેની સાથે રહે છે. બંને ભાઇઓ દીવ્યજીત ઓપ્ટીકલ નામનાક ારખામાં કામ કરે છે. ત્રીજો ભાઇ અન્ય ઠેકાણે કામ કરે છે.
સુભાષસિંગે જણાવ્યું છે કે તા. ૨૬/૧૦ના રોજ નાનો ભાઇ સુરજીતસિંગ કારખાનામાં કામે જવા સવારે આઠ વાગ્યે નીકળી ગયો હતો. હું સાડા આઠેક વાગ્યે ગયો હતો. એ પછી અમે બંને ભાઇ ત્યાં કામ કરતાં હતાં. ત્યારબાદ પોણા અગીયારેક વાગ્યે શેઠ હીમાંશુભાઇ ચંદારાણાએ મારી પાસે આવીને કહેલું કે તારા ભાઇ સુરજીતનો ફોન આવ્યો હતો અને તે વતનમાં જાય છે, જેથી મેં તને કહેલુ કે દિવાળીનો સમય છે તમે લોકો જવાના જ છો તો ત્યારે સાથે જજો તેમ સમજાવતાં તેણે વતનમાં જાવુ જ પડશે તેમ કહેતાં મેં તેને સમજાવી શાંત પાડયો હતો. બાદમાં હું તરાા ભાઇને તમારા રૂમે મુકી આવ્યો છું.
શેઠે આ રીતે વાત કરતાં હું મારા કામે વળગી ગયો હતો. બાદમાં સાંજે હું ઘરે ગયો ત્યારે મારો ભાઇ ત્યાં હાજર નહોતો. જેથી મેં મારી રીતે તપાસ કરી હતી. અમારા વતનમાં પણ તપાસ કરી હતી. પરંતુ તે ત્યાં પહોંચ્યો નહિ હોવાનું જણાયું હતું. સુરજીત શરીરે મધ્યમ બાંધાનો અને ઘઉવર્ણો છે. તેના જમણા હાથમાં અંગ્રેજીમાં સુરજીત ત્રોફાવેલુ છે. તે ક્યાંય મળી ન આવતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં સુભાષસિંગે કહેતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે










