<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રાજકોટ જિલ્લા પંચાયતમાં ૧૭૦ તલાટી મંત્રીની બદલી

સભ્‍યોની ભલામણને પ્રાધાન્‍ય : અમુકમાં કચવાટ : ખીરસરામાં મારકણા, શાપરમાં સત્‍યમ દવે, છાપરામાં મોરી, કુવાડવામાં ડાંગરની નિમણુંક

રાજકોટ, તા. ર૮ :  જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદએ દિવાળી પૂર્વે પંચાયતના તલાટી કમ મંત્રીની બદલીનો ધાણવો કાઢયો છે. બદલી પૂર્વે પદાધિકારીઓ સાથે સંકલનનો પ્રયાસ કરવામાં આવેલ. સભ્‍યોની મોટા ભાગની ભલામણો ધ્‍યાને લેવામાં આવીછ ે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એચ. ગળચરની સહીથી ૧૭૦ તલાટીઓની બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે. ભલામણ ઉપરાંતના આવશ્‍યક માપદંડો ધ્‍યાને લેવામાં આવ્‍યા છે છતાં પસંદગીનું સ્‍થળ નહિ મેળવી શકેલા કેટલાક તલાીઓમાં કચવાટ હોવાનું અને ફેરફાર કરાવવા પ્રયાસ શરૂ કર્યાનું જાણવા મળે છે.

ખારચિયા-મોટા માત્રાના પી.બી. ઓળકિયાને મોઢુકા, ખીરસરાના પી.જી. ઝાલાને ખાંભા, ઇટાળાના કપીલ મારકણાને ખીરસરા, રાવકીના સત્‍યમ દવેને શાપર, પાળના યોગેશ રાદડિયાને ઢોલરા, પારડીના એકતાબેન મોટેરિયાને વાગુદડ, વીરવાના સી.એમ. મોરીને દેવડા છાપરા, ઢોલરાના એસ.બી. સોજીત્રાને હરિપર-તળવડા, સરધાર-રના ક્રિષ્‍નાબેન કરંગિયાને ડુેંગરકા, સરધાર-૧ના હિતેષ નિંદ્રોડાને ચિત્રાવડ-૧, હડમતિયા બેડીના એસ.જી. ખાંભલાને ગોરેયા, ગૌરીદડ-રતનપરના અનિલ ડાંગરને કુવાડવા, મોટારામપર એન.એમ. ધોળકિયાને નારણકા મુકવામાં આવ્‍યા છે. 

(2:01 PM IST)