<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

રાજકોટના રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૧૭૨૦ બોર્ડ-બેનરો ઉતારાયા

મનપા દ્વારા વિવિધ વિસ્‍તારોમાંથી રેકડી, કેબીનો, પરચુરણ માલ-સામાન જપ્‍ત : મંડપ- કમાન, છાજલીનો રૂા.૨.૪૩ લાખ તથા વહીવટી ચાર્જ રૂા.૮.૫૧ લાખ વસુલાયોઃ દબાણ શાખાની કાર્યવાહી

 

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્‍થાઈ દબાણ  રેકડી-કેબીન અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો  તેમજ  બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબર રોડ, પરાબજાર પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૯૦ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબરરોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ પાસેથી જુદી-જુદી અન્‍ય ૪૧૩ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્‍દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે, મવડી મેઈન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,  ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી પાસેથી ૩૪૦૮ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્‍વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી રૂ.૨,૪૩,૪૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

૮૦ ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ,  કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૮,૫૧,૦૯૮/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો. સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ,  કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધી, પરથી ૧૭૨૦ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.(૨

 

(2:53 PM IST)