<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

શહેરમાં પાણીજન્‍ય રોગચાળાના ૧૭૪૧ કેસ

મચ્‍છરજન્‍ય રોગચાળો ગાયબ! તંત્રના ચોપડે એકપણ દર્દી નોંધાયા નહિ : મનપા દ્વારા ૧૭,૫૬૭ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૪૯૯ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૮૮ને નોટીસ

 

રાજકોટ, તા. ૦૬: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્‍ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ૧૭૦૦થી વધુ કેસ નોંધાયા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૩૦૦ જેટલા દર્દી નોંધાયા છે તેમજ મચ્‍છરજન્‍ય રોગચાળાના એકપણ કેસ નોંધયા નથી.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૯ જુન થી ૫ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૭૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૧૯ તેમજ સામાન્‍ય તાવના ૭૬૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૨૫૮ સહિત કુલ ૧૭૪૧ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૯,૮૮૧ તેમજ સામાન્‍ય તાવના ૧૮,૬૦૯ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૬,૯૩૬ તથા ટાઇફોઇડના ૨૦ તેમજ કમળાના ૩૩ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યના એકપણ કેસ નહિ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયાના એકપણ ંકેસ નોંધાયા નથી. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૧૮, મેલેરીયાના ૭  તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૮૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭,૫૬૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૧૬૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૪૯૯થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૮૮ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(2:46 PM IST)