<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

રજની નમકીન સહિત ૬ સ્‍થળોએથી અખાદ્ય ફરસાણ- ખમણ- જેલીનો ૧૭૯ કિલો જથ્‍થો પકડાયોઃ ૩ પેઢી સીલ

સોરઠીયા વાડી, વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ, ભીમનગર ચોક, આકાશવાણી ચોક, ખોડીયારનગર રોડ તથા નંદનવન મેઇન રોડની દુકાનોમાંથી ભેળસેળ મળીઃ રૂ.૫૧ હજારથી વધુનો વહીવટી ચાર્જ વસુલાયોઃ ફુડ શાખા ત્રાટકી

રાજકોટ તા.૨૪: મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૯૨ પેઢી, રેસ્‍ટોરન્‍ટ ની તપાસ કરી કુલ ૧૭૯ કિલો અખાદ્ય, વાસી જથ્‍થાનો નાશ કરી કુલ ૩૩ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૫૧,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્‍ટ હેઠળ ૧૫ નમૂના લઈ પળથ્‍થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ તેમજ ૦૩ પેઢીને સીલ કરવામાં આવેલ.

મનપાની સતાવાર યાદી મુજબ સોરઠીયા વાડી -૧ ના છેડે લલુડી વોકળી, બાપા સીતારામ ચોક, મુકામે આવેલ ‘શ્રી ખોડીયાર ચટણી' પેઢીને સીલ કરવામાં આવેલ. ઉત્‍પાદન સ્‍થળ સિન્‍થેટિક ફૂડ કલર, નોન ફૂડ ગ્રેડ,  કેમિકલ્‍સ નો સોસ બનાવમાં ઉપયોગ કરતાં હોય. તેમજ પેઢીને રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. ફ્રૂટ સ્‍ક્‍વોસ(લૂઝ), ખજૂરની ચટણી(લૂઝ) તથા લીલી ચટણી(લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.

જયારે વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, નારાયણ એસ્‍ટેટ, ગોપાલ હોટલ વાળી શેરી, મુકામે આવેલ ‘રજની નમકીન'પેઢીને સીલ કરવામાં આવેલ. પડતર, ફરસાણ કુલ મળીને અંદાજિત ૯૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.

ઉપરાંત ભીમનગર ચોક, નાના મવા રોડ નો છેડે, રાજકોટ  મુકામે આવેલ ‘‘મહાદેવ નાસ્‍તા હાઉસ'' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્‍થળ પર આશરે કુલ મળીને અંદાજિત ૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે તથા લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સાથે મીરા સેલ્‍સ એજન્‍સી બાલાજી મંદિર ચોક શિરોમણી કોમ્‍પલેક્ષ સામે ભુપેન્‍દ્ર રોડ,  પેઢી માંથી રૂા.૧,૦૦૦/- વહીવટ ચાર્જ  વસૂલ કરેલ. બાપા સીતારામ આલુપુરી ખાવસા બાલાજી મંદિર સામે, શુભમ કોમ્‍પ્‍લેક્‍સ, ભુપેન્‍દ્ર રોડ, અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ઘનશ્‍યામ પાન સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા સામે અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. એસ કે ભેળ સાંગણવા ચોક, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મૈત્રી સીઝન સ્‍ટોર સાંગણવા ચોક, ભુપેન્‍દ્ર રોડ, રાજેશ્રી સિનેમા સામે, અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

સદગુરુ સેન્‍ડવીચ સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. કુમાર પાન સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાપા સીતારામ આલુપુરી ખાવસાઃ અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરી ૨ કિલો કોકમની ચટણી નો નાશ કરેલ. પ્રમુખમ ઢોસા નાના માવા રોડ, મારવાડી બિલ્‍ડીંગ સામે, ફૂડ આઈટમ લેબલ વગરનું,  અયોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટિસ આપી તેમજ રૂા.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી રામ ફરસાણ, નાના મવા રોડ, અમળત ક્રેડિટ સોસાયટી ની બાજુમાં, પ્રોપર લેબલિંગ વગરના પેક્‍ડ આઈટમ, અંગે રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

એવરેસ્‍ટ ફરસાણ અને સ્‍વીટઃ નંદનવન ૪૦ ફૂટ રોડ, લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ છે.છાપેલ પસ્‍તી  જપ્ત કરી રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મિલન ખમણ નંદનવન ૪૦ ફૂટ રોડ, લાયસન્‍સ બાબત નોટિસ આપેલ. યદૂનંદન હોટલ રાજમોતી કોમ્‍પ્‍લેક્‍સ, ક્રુષ્‍ણ નગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાલાજી પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ રાજમોતી કોમ્‍પ્‍લેક્‍સ, કળષ્‍ણનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મહાલક્ષ્મી પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સઃ રાજમોતી કોમ્‍પ્‍લેક્‍સ કળષ્‍ણનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

પટેલ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ મારુતિ કોમ્‍પલેક્ષ કળષ્‍ણનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. નિકુંજ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ મારુતિ કોમ્‍પલેક્ષ કળષ્‍ણનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાબા પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સઃ મારુતિ કોમ્‍પલેક્ષ કળષ્‍ણનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સેલિબ્રેશન રેસ્‍ટોરન્‍ટ આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, અંદાજિત ૯ કિલો અખાદ્ય ખોરાકના જથ્‍થાનો નાશ કરેલ તેમજ લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

 સત્‍વમ રેસ્‍ટોરન્‍ટ આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, અંદાજિત ૫ કિલો અખાદ્ય ખોરાકના જથ્‍થાનો નાશ કરેલ તેમજ લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બાઈક બોક્‍સ વિવાન્‍તા હાઇટ્‍સ નાગેશ્વર મેઇન રોડ, લાઇસન્‍સ ધારક પાસેથી ખરીદી કરવા, FIFO મુજબ યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તેમજ લાયસન્‍સ ન હોવા બાબતે નોટિસ આપી  રૂા.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જલારામ કોલ્‍ડ્રીંક્‍સ પાર્શ્વનાથ કોમ્‍પ્‍લેક્‍સ નાગેશ્વર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. હરિકળપા પ્રોવિઝન સ્‍ટોર જૈનમ ગોલ્‍ડ કોમ્‍પ્‍લેક્‍સ, નાગેશ્વર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

શ્રી ચામુંડા સ્‍ટોર એન્‍ડ કિરાણા ભંડાર જૈનમ કોમ્‍પ્‍લેક્‍સ, નાગેશ્વર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. M.S. સુપર માર્કેટ ખોડિયારનગર રોડ, માર્કેટ પાસે, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ અંદાજીત ૧૦ કિલો  કોકોનટ ખમણ+ જેલી ક્રિસ્‍ટલનો જથ્‍થો નાશ કરેલ. વિજય હોટેલ ગોકુલનગર મેઇન રોડ રાજકોટ : લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખોડિયાર દાળપકવાન ગોકુલનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી ગણેશ કોલ્‍ડડ્રિંક્‍સ ગોકુલનગર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  ઈં ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જય સિયારામ ફરસાણ ખોડિયારનગર રોડ રાજકોટ લાયસન્‍સ ન હોવા તથા પ્રિન્‍ટેડ પસ્‍તીના ઉપયોગ બાબતે નોટિસ આપી રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખોડિયાર ડેરી ખોડિયારનગર રોડ, માર્કેટ પાસે, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખોડિયાર પાન ખોડિયારનગર રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ક્રિષ્‍ના મેડિકલ ખોડિયાર નગર રોડ, રાજકોટ લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પુજારા નમકીનઃ ખોડિયાર નગર રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

ચામુંડા પ્રોવિઝન સ્‍ટોર ખોડિયાર નગર રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. આશાપુરા સમોસા ખોડિયાર નગર રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. અંબા ભવાની નમકીન ખોડિયારનગર રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ગાયત્રી ડેરી ફાર્મ પાર્શ્વનાથ કોમ્‍પ્‍લેક્‍સ, નાગેશ્વર મેઇન રોડ, મીઠાઇ પર ઉત્‍પાદન/યુઝ બાય ડેટ ન હોવા તથા લાયસન્‍સ ન હોવા બાબતે નોટિસ આપી રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જલારામ જનરલ સ્‍ટોર અજમેરા એપાર્ટમેંટ, નાગેશ્વર મેઇન રોડ લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી કેવલમ ખમણવાળાઃ અજમેરા એપાર્ટમેન્‍ટ સામે, નાગેશ્વર મેઇન રોડ, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ઘનશ્‍યામ પાન સંગણવા ચોક, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. એસ. કે. ભેળ સંગણવા ચોક, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મૈત્રી સીઝન સ્‍ટોર સંગણવા ચોક, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

રૂપાલી સિંગ સાંગણવા ચોક, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ભગવતી ચીકી સંગણવા ચોક, લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પટેલ ફરસાણ નમકીન નંદનવન મેઇન રોડ,  છાપેલ પસ્‍તી/ફરસાણ ૨૦ કિલો નાશ કરી લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સાવરીયા આઈસ ગોલા ઈશ્વરીયા રોડ, માધાપર, અનહાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ.

ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત MDM કિચન શાષાી મેદાન સામે સૂચક સ્‍કુલ ૪-પ્રીપેડ ફૂડ તથા ૩-મસાલા અને ૧-ચણા ના કુલ-૮ નમુના લેવામાં આવેલ. માહી ફૂડ પ્રોડક્‍ટસ વાવડી ગામ પાસે, જલિયાણ ઇન્‍ડસ્‍ટ્રીયલ, કિસ્‍મત પાન સામેં. અયોગ્‍ય સ્‍ટોરેજ, યોગ્‍ય લેબલિંગ નો અભાવ અંગે નોટિસ આપેલ., ૧૦ કિલો લોટ નાશનો નાશ કરી ૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તથા-(૧) -ચકરી(લૂઝ) (૨)-ફરસાણ(લુઝ) ના નમુના લીધેલ.શ્રી કળષ્‍ણ ડેરી ફાર્મ માધવ વાટીકા શેરી નંબર - ૧, માધવ ગેટ ની અંદર મવડી, (૧)-સેમ્‍પલ- મિક્‍સ દૂધ (લૂઝ) અને (૨)ગાયનું દૂધ (લુઝ) ના નમૂના લીધેલ.

ઉપરાંત બજરંગ ડેરી ્રૂ ફરસાણ રાધે હોટલ રોડ, જયરાજ નગર-૧, મવડી વિસ્‍તાર, મુકામેથી દૂધનો નમૂનો લેવામાં આવેલ. શ્રી કૈલાશ ડેરી ફાર્મ સુભાષ નગર મેઇન રોડ, નંદાહોલ પાસે, કોઠારીયા રોડ,  લાઇસન્‍સ ન હોવા અંગે નોટિસ આપી  રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ  વસૂલ કરેલ તથા (૧)મિક્‍સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.

(3:38 PM IST)