તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
મિલ્કત વેરો ભરવામાં વિલંબ કર્યો હોય તો કાલથી ૧૮% વ્યાજ
૧ ઓકટોબરથી વ્યાજ લાગુ : મોટા બાકીદારો સામે કોર્પોરેશન લાલ આંખ કરશે : ૫૧૦ કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં ૨૮૨ કરોડની આવક

રાજકોટ, તા. ૧૨ : કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાના ૫૧૦ કરોડના ટાર્ગેટ સામે ૨૮૨ કરોડની આવક થવા પામી છે. મિલ્કતવેરો સપ્ટેમ્બરના અંત સુધીમાં નહિ ભરે તે કરદાતાઓને ઓકટોબરથી ૧૮ ટકા વ્યાજ સાથે વેરો વસુલવામાં આવે છે.
કોર્પોરેશનના વેરા શાખાના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ દર વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં શહેરના મિલ્કત ધારકોએ વેરો ભરવાનો હોય છે. વેરો નહિ ભરનાર કરદાતાઓને ૧ ઓકટોબરથી ૧૮ ટકા વ્યાજ સાથે વેરો વસુલવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે એપ્રિલથી જુન માસમાં એડવાન્સ વળતર યોજના અમલી બનાવામાં આવે છે. આ યોજનાનો લાખો કરદાતાઓ લાભ લે છે.
વર્ષ ૨૦૨૬-૨૭ના કોર્પોરેશનની વેરા શાખાને ૫૧૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૩.૮૪ લાખ કરદાતાઓએ ૨૮૨ કરોડ તંત્રની તિજોરીમાં જમા કર્યા છે. બાકીદારોને બીલ બજવણીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
(3:19 PM IST)










