તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
મુંબઈથી માત્ર ૧૯ વર્ષની વયે સેકસોફોન વગાડતી મુણાલ સાલુખે સહીતનાં ૧૯ સાજીંદાઓની ટીમ ખેલૈયાઓને ઘેલું લગાડશે
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવનાં આંગણે : પ્રોફ્રેશ્નલ કોન્સર્ટ લેવલનો લાઈવ મ્યુઝીક એકસપીરીયન્સ માણશે રાજકોટનાજૈન સમાજનાં ઝેન-જી : ખ્યાતનામ ગાયકો પાથરશે કલાના કામણ

રાજકોટઃ જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ માં આ વખતે મુંબઈથી પ્રોફેશ્નલ ઓરકેસ્ટ્રા ટીમ ખાસ જૈન સમાજનાં યુવાધન એટલે કે ઝેન-જી ને ડોલાવવા માટે અને રાસોત્સવ માણવા આવેલા તમામ દર્શ્ાકોને પ્રોફેશ્નલ કોન્સર્ટ લેવલનાં લાઈવ મ્યુઝીકનો અનુભવ કરાવવા આવી રહી છે. આ ટીમમાં ૧૯ પ્રોફેશ્નલી ટ્રેઈન્ડ અને જેમ ને અનેક લાઈવ શો કરવાનો ખૂબ બહોળો અનુભવ છે તેવી ટીમ રાસોત્સવનાં આંગણે ધમાકેદાર મ્યુઝીકનો મહાસાગર ઘુઘવશે તેમ યાદીમાં જણાવાયું છે.
આ વખતે જૈનમ રાસોત્સવમાં મ્યુઝીક ક્ષેત્રે ખૂબ મોટો અને નોંધપાત્ર બદલાવ કરવામાં આવ્યો છે. અનેક લાઈવ કોન્સર્ટ અને પ્રોફેશ્નલ સ્ટેજ શો નો બહોળો અનુભવ ધરાવતી મુંબઈની ટ્રેઈન્ડ મ્યુઝીશીયન ટીમ જેમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રકારનાં લાઈવ કોન્સર્ટ અને મ્યુઝીકલ પ્રોગ્રામ આપી ચુકેલા આર્ટીસ્ટોએ આ વખતે જૈન રાસોત્સવની કમાન સંભાળી છે. બદલાતા સમયની સાથે સંગીતનાં ક્ષેત્રે પણ એક નવા યુગનો ઉદય થયો છે સંગીતની દુનિયામાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને આજની યુવા પેઢી ને રીધમ, બીટ, ફયુઝન, લાઈવ ઈન્સ્ટ્રુમેન્ટ વિગેરે માણવા ખૂબ જ ગમે છે. તેને ધ્યાનમાં રાખીને ન્યુ જનરેશ્ાન સેન્ટ્રીક ગરબા ફયુઝન તૈયાર કરવામાં આવીયા છે. આપણા પરંપરાગત ગુજરાતી ગરબાની મીઠાસ જળવાઈ રહે સાથે આધુનિક મ્યુઝીક એરેંજમેન્ટ, એર્જેટીક રીધમ, લાઈવ ઈન્સ્ટ્રુમેન્ટ અને અત્યાધુનિક સાઉન્ડ ટેકનીક ના અદભુત સમન્વય દ્વારા ખેલૈયાઓને એક નવિનતમ પ્રકારનાં મ્યુઝીકનો અનુભવ કરાવવા ટીમ જૈનમ કટીબઘ્ધ બની હોવાનું યાદીમાં જણાવાયું છે.
જૈનમ મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવમાં આ વખતે મુંબઈની ખ્યાતનામ ઓરકેસ્ટ્રા ટીમ ૧૯ સાંજીદાઓ વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ ઉપર પોતાનું પરફોર્મન્સ આપવાનાં છે. જેમાં ખાસ કરીને વિશેષ આકર્ષણ છે ફીમેલ સેકસોફોન આર્ટીસ્ટ મૃણાલ સાલુખે માત્ર ૧૯ વર્ષની નાની વયની કિશોરાવસ્થામાં કોઈ અનુભવી આર્ટીસ્ટને પણ શરમાવે તેવી નિપૂર્ણતા મૃણાલે વિકસાવી છે. આ સેકસોફોન એ પ્રકારનું ઈન્સ્ટ્રુમેન્ટ છે કે જે વગાડવા માટે ઈન્સ્ટ્રુમેન્ટને ખૂબ વધારે પ્રમાણમાં પ્રેશર આપવું પડે છે, શારીરીક અને માનસીક કસોટી કરે તેવું આ વાજીંત્ર વગાડવું સારા સારા આર્ટીસ્ટોનાં ગજા બહારની વાત છે ત્યારે ખૂબ જ નાની વય થી આ સેકસોફોન પ્રત્યે પોતાનો લગાવ ધરાવતી આ આર્ટીસ્ટે ખૂબ જ નાની વયે મહારથ હાંસલ કરી છે, જેને ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતી જોવું એ પણ અનેક લહાવો અને વિશેષ અનુભવ બની રહેશ્ો.
ઉપરાંત અન્ય આર્ટીસ્ટો ધનસુખ મંગલ ગરૂડા, કેવલ તાંબેકર, વંશ્ા પારલેકર, રોહન ગાવડે, યશ કામલે, સચીન કાસકરે, રોહીત ચંદ્રવણકર, સુશાંત કસારે, આશીષ ખરાત, સૌરભ પાટીલ, તેજ્ ખડતર, રોહીત કદમ, મંથન જોષી, કેયુર વાઘેલા, આકાશ દેવગાણીયા, આશીષ વાગલે, વિનેશ કામત અને રઘુ ગોવડે પોતાનું કૌશલ્ય દર્શાવી ગરબાનાં જાણીતા તાલ વચ્ચે સેકસોફોનનાં લાઈવ સુર ખાસ મેલોડીક ઈન્ટરલ્યુડસ અને ફયુઝન એરેજમેન્ટ દ્વારા એક વિશેષ સંગીતમય અનુભુતી કરાવશે. આ સાંજીદાઓ દ્વારા માત્ર ઓરકેસ્ટ્રા જ નહીં પણ એક સંપૂર્ણ મ્યુઝીકલ એકસપીરીયન્સ જૈનમ રાસોત્સવનાં ખેલૈયાઓ અને દર્શ્ાકો માણશે.
આ ઓરકેસ્ટ્રા ટીમ માત્ર ગીતો સાથે મ્યુઝીક પીરસવાનું જ નહીં ખેલૈયાઓને રીધમ અને એનર્જી સાથે સતત કનેકટ રાખવાનું કામ કરશે, લાઈવ ડ્રમ, પર્કશ્ાન, કી બોર્ડ, ગીટાર, બ્રાસ અને વિવિધ પ્રકારનાં મેલોડીક ઈન્સ્ટ્રુમેન્ટ ગરબાનાં ગીતો પરંપરાગત ગરબા, આપણા સૌરાષ્ટ્રનું લોકસંગીત અને મ્યુઝીકલ ટીમનું આધુનિક ફયુઝન બીટ્સ વાતાવરણને જીવંત બનાવશે અને સમગ્ર ગ્રાઉન્ડમાં એનર્જેટીક ઓરાની રચના કરશ્ો. આ પરફોર્મન્સને માણીને ખેલૈયાઓ અને દર્શ્ાકો જાણે કોઈ રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય લેવલનાં લાઈવ શોને માણતા હોય તેવો અદ્વુત અનુભવ કરશ્ો.
ગાયકો ઉમેશ્ા બારોટ, પ્રદિપ ઠક્કર સાથે ફીમેલ સિગરો મોના ભટ્ટ, દ્રષ્ટિ કાલાવડીયા, નમ્રતા ગોસલીયા પોતાના કલાનાં કામણ પાથરશ્ો. ગરબામાં પ્રસ્તુત થનાર ગીતોમાં પરંપરાગત લોકપ્રીય ગીતો, ટ્રેન્ડીંગ ગરબાઓ, યુવાનોમાં લોકપ્રીય ગીતો સાથે ગરબાનું કોમ્બીનેશ્ાન અને ખેલૈયાઓને સતત એનર્જી પુરી પાડે તેવા મ્યુઝીકલ ટ્રેકનું સિલેકશન કરવામાં આવશે. જેથી પરંપરાગત ગરબાની મજા સાથે નવી પેઢીને ગમતા મ્યુઝીકલ કયુરેશન તૈયાર કરવામાં આવશે. આમ ખેલૈયાઓન પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વયનો અનુભવ માણશે. જૈનમ મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-૨૦૨૬નાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ વિશેષ માં જણાવ્યું હતુ કે આ વર્ષે જૈનમનાં ખેલૈયાઓને માત્ર ગરબા રમવાનો જ નહીં તેને સાંભળવાનો, માણવાનો, અનુભવવાનો કાયમી યાદ રહી જાય તેવા સંગીતમય ઉતસવને જીવવાનો અનુભવ મળી રહેશ્ો. આ રાસોત્સવમાં પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય થશ્ો, માં આદ્યાશકિત માં અંબાની આરાધના સાથે જૈન સમાજની એકતાની સાથે, આધુનિક સંગીત, પ્રાચિન અર્વાચિન ગીતો, પ્રોફેશ્નલ ઓરકેસ્ટ્રા, મોટું ફેન ફોલોવીંગ ધરાવતા ઝેન-જીનાં ફેવરીટ યુવા ગાયક કલાકારો, સેન્ટ્રીક ગરબા ફયુઝનનો અદભુત સંગમ જૈનમમાં જોવા મળશ્ો.
જૈનમ મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ નાં સિઝન મેળવવા ઈચ્છુક જૈન ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં બુકીંગ સેન્ટરોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સિઝન પાસ માટે ખેલૈયાઓએ મો.૯૦૯૯૫ ૨૯૯૯૫ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:22 PM IST)










