<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

શહેર પોલીસના વધુ ૧૯ એએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલની બદલી

યુનિવર્સિટીના કરણભાઇ મારૂને એસઓજીમાં અને પુષ્‍પરાજસિંહ ગોહિલ અને વિજુભા જાડેજાને ડીસીબીમાં મુકાયાઃ ટ્રાફિકના મેહુલસિંહ ચુડાસમા પણ ડીસીબીમાં બદલાયા

રાજકોટ તા. ૧૮: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ એક વખત આંતરીક બદલીનો લીથો બહાર પાડી પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી કરી છે. અલગ અલગ પોલીસ સ્‍ટેશનો, બ્રાંચમાં ફરજ બજાવતાં ૧૯ એએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલની બદલી થતાં તેમને તાત્‍કાલીક બદલીના સ્‍થળે હાજર થવા સુચના અપાઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ડીસીબીમાં ફરજ બજાવતાં એએસઆઇ દિગ્‍વીજયસિંહ બી. જાડેજાને આર્થિક ગુના નિવારણ સેલમાં મુકાયા છે. તે એસીપી ક્રાઇમ કચેરી સાથે એટેચમાં ફરજ બજાવશે. માલવીયાનગરના હેડકોન્‍સ. શીવભદ્રસિંહ જાડેજાને પેરોલ ફરલોમાં, જયદિપસિંહ જાડેજાને એસઓજીમાં, મહિલા પોલીસ સ્‍ટેશનના હેડકોનસ. જયેશભાઇ ચોસલાને પેરોલ ફરલો,  યુનિવર્સિટીના પુષ્‍પરાજસિંહ ગોહિલને ડીસીબી, હેડકોન્‍સ. વિજુભા જાડેજાને ડીસીબીમાં અને હેડકોન્‍સ. કરણભાઇ મારૂને એસઓજીમાં મુકવામાં આવ્‍યા છે.

તેમજ ગાંધીગ્રામના હેડકોન્‍સ. રવિભાઇ ગઢવીને ડીસીબી, હેડક્‍વાર્ટરના ઉપેન્‍દ્રસિંહ ઝાલાને એસઓજી, એ-ડિવીઝનના હેડકોન્‍સ. મિહીરસિંહ બારડને આર્થિક ગુના નિવારણ સેલ, ટ્રાફિક શાખાના નિલેષભાઇ ડોડીયાને આર્થિક ગુના નિવારણ સેલ, તાલુકાના કાનજીભાઇ જારીયાને આર્થિક ગુના નિવારણ સેલ, ગાંધીગ્રામના રઘુવીરસિંહ જાડેજાને અને ટ્રાફિકના મેહુલસિંહ ચુડાસમાને ડીસીબીમાં મુકાયા છે. ભક્‍તિનગરના દિવ્‍યરાજસિંહ જાડેજાને ડીસીબીમાં, એએસઆઇ મનસુખલાલ ખુંટને હેડક્‍વાર્ટરથી એમઓબી એટેચ, મુખ્‍ય મથકથી રાજુભાઇ ખાચરને આર્થિક ગુના નિવારણ સેલ, ગીરીરાજસિંહ જાડેજાને એએચટીયુ અને યોગેશભાઇ આદ્રોજાને પેરોલ ફરલોમાં મુકાયા છે.

(3:42 PM IST)