News of Thursday, 18th June 2026
માધાપરમાં રઘુવીર ઇન્ડસ્ટ્રીઝની ૮૦ થી ૯૦ કરોડની કિંમતની ૧૯ હજાર ચો.મી.જમીન ખાલસાનો હુકમ કરતા કલેકટરઃ ઉદ્યોગકારોમાં ચર્ચા
અગાઉ આસી. કલેકટરે જમીન ખાલસા કરતો હુકમ કર્યો હતોઃ તે હુકમ કલેકટરે માન્ય રાખ્યોઃ અપીલ ફગાવી દેવાય

રાજકોટ, તા.૧૮: રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે પોતાના બોર્ડ દરમિયાન થયેલ રીટમાં કેસ ચાલી જતા અગાઉ આસિ. કલેકટરે કરેલ ચૂકાદાને માન્ય રાખી માધાપરમાં આવેલી રઘુવીર ઈન્ડસ્ટ્રીની ૧૮,૭૪૫ ચોરસ મીટર જમીનનું ખાલસા કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ જમીનની અંદાજિત કિંમત ૮૦ થી ૯૦ કરોડ રૂપિયા થવા જાય છે.
રઘુવીર ઈન્ડસ્ટ્રીએ વર્ષ ૧૯૯૦ના દાયકામાં માધાપરમાં ઔદ્યોગિક કાર્યરત કરવા માટે જમીન લીધી હતી. ત્યારબાદ વિવિધ કારણોસર ઉત્પાદન અટકી ગયું અને કંપની પર બેંકોનું કરજ વધી ગયું. વર્ષોથી આ જમીન પર સરકારી અને બેંકી વસૂલાતની પ્રક્રિયા ચાલતી હતી.
આસીટન્ટ કલેક્ટરે આ વર્ષે જમીન ખાલસા કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંગેની સૂચના અને નોટિસો યોગ્ય રીતે જારી કરવામાં આવી હતી. છેલ્લે આખરી નિર્ણય લેતા કલેક્ટરે ૧૮,૭૪૫ ચો.મી. જમીનનું ખાલસા કરવાનો હુકમ કર્યો છે.આ જમીન પર વર્ષ ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૩ વગેરે વર્ષોમાં વિવિધ નોટિસો અને કાર્યવાહીઓ થઈ ચૂકી છે. હવે આ જમીનનું ઓક્શન અથવા ખાલસા પ્રક્રિયા દ્વારા વેચાણ થશે અને તેની આવકમાંથી બાકી કરજ અને સરકારી બાકીની વસૂલાત કરવામાં આવશે.
કલેકટર નોધ્યું છે કે, જમીન ખાલસા કરવા માટે તમામ કાનૂની પ્રક્રિયાઓ અનુસરવામાં આવી છે. આ પગલું રાજ્ય સરકારની ઔદ્યોગિક જમીનના યોગ્ય વપરાશ અને બેંક વસૂલાતની દિશામાં મહત્વનું છે. જે ખરીદદાર આ જમીન ખરીદશે તેને ઔદ્યોગિક ઉપયોગ માટે જમીન ફાળવવામાં આવશે.
આ નિર્ણયથી સ્થાનિક ઔદ્યોગિક વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ જમીનને નવા ઉદ્યોગો સ્થાપવા માટે તક તરીકે જોઈ રહ્યા છે.
(2:48 PM IST)










