<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ધો.૧૦ના પરિણામોમાં પુજીત રૂપાણી ટ્રસ્‍ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટના ૨૦ તારલાઓ ઝળહળી ઉઠયા

રાજકોટ તા. ૬ : આજરોજ જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં પુજીત રૂપાણી ટ્રસ્‍ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ અંતર્ગત અભ્‍યાસ કરતા ૨૦ વિદ્યાર્થીઓએ ખુબ સારા માર્કસ સાથે ઉતીર્ણ થઇ સંસ્‍થાનું નામ રોશન કરી બતાવ્‍યુ છે.

પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ વર્ષ ૧૫/૦૭/૨૦૦૦ના ગુરૂપૂર્ણીમાના દિવસથી શરૂ કરવામાં આવેલ છે. ગરીબ પણ તેજસ્‍વી વિદ્યાર્થીનો અભ્‍યાસ નાણાકીય અછતના હિસાબે અટકી ન પડે તે માટે આ સંસ્‍થા કામ કરે છે. ટ્રસ્‍ટ આવા વિદ્યાર્થીઓને ધોરણ-૮ થી ધોરણ-૧૨ સુધી અને આગળ મેડીકલ અને એન્‍જીનીયરીંગમાં એડમીશન મળે ત્‍યાં સુધી દતક લઈને ભણાવે છે.

ત્‍યારે આજે ધો.૧૦નું પરિણામ જાહેર થતા આ પ્રોજેકટ અંતર્ગત અભ્‍યાસ કરતા સુરાણી હિતીક્ષા ૯૯.૯૯ પીઆર (બોર્ડમાં પ્રથમ), સોલંકી ધારા ૯૯.૯૯ પીઆર (બોર્ડમાં પ્રથમ), વિરાણી દર્શન ૯૯.૯૮ પીઆર (બોર્ડમાં બીજો), ચૌહાણ અવનિ ૯૯.૯૮ પીઆર (બોર્ડમાં બીજો), ભંડેરી જેનીલ ૯૯.૯૫ પીઆર (બોર્ડમાં પાંચમો), ભેસાણીયા પ્રીન્‍સી ૯૯.૯૫ પીઆર (બોર્ડમાં પાંચમો), ડાભી વિવેક ૯૯.૯૨ પીઆર (બોર્ડમાં આઠમો), કુમારખાણીયા અનિલ ૯૯.૯૦ પીઆર (બોર્ડમાં દશમો) ક્રમાંક મેળવી ઉતીર્ણ થયેલ છે. આ સિવાય વારીયા દિવ્‍ય ૯૯.૮૧ પીઆર, વાળા સત્‍યજીત ૯૯.૭૭ પીઆર, પીઠડીયા ધ્‍વનિલ ૯૯.૫૬ પીઆર, મુંડિયા ભવ્‍ય ૯૯.૫૬ પીઆર, ચાવડા દિવ્‍યેશ ૯૯.૪૩ પીઆર, મોરાણીયા દિશાંત ૯૯.૩૬ પીઆર, સિંહ શિવમ ૯૯.૨૦ પીઆર, ચીખલીયા કાવ્‍ય ૯૮.૯૨ પીઆર, કટારીયા દિવ્‍ય ૯૮.૫૦ પીઆર, દાસોટીયા રવિ ૯૮.૩૮ પીઆર, ચાવડા ધવલ ૮૭.૮૭ પીઆર, જોષી નૈતિક ૭૮.૮૯ પીઆર સાથે ઉત્તીર્ણ થયેલ છે.

આમ, ધો.૧૦માં અભ્‍યાસ કરતા ફૂલ ૨૦ વિદ્યાર્થીઓમાંથી ટ્રસ્‍ટના ૧૮ બાળકો એ-૧ ગ્રેડ, ૧ બાળક એ-૨ ગ્રેડ અને ૧ બાળક બી-૧ ગ્રેડ મેળવી બોર્ડમાં ડંકો વગાડેલ છે.

આ જ્ઞાન પ્રબોધિનિ પ્રોજેક્‍ટમાં ૨૧ સિનિયર બેચો ધો.૧૨ની પરીક્ષા આપી આગળ ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં જોડાઈ ઉજ્જવળ ભવિષ્‍ય તરફ આગળ વધેલ છે.

હાલ ધો.૮ થી ૧૨ માં ૮૧ વિદ્યાર્થીઓ આ પ્રોજેક્‍ટ અંતર્ગત અભ્‍યાસ કરી રહ્યા છે. કુલ ૩૯૩ બાળકોએ આ પ્રોજેક્‍ટ અંતર્ગત લાભ મેળવેલ છે.

માર્ચ ૨૦૨૫ માં જાહેર થયેલ ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ટ્રસ્‍ટના ૧૮ વિદ્યાર્થીઓમાંથી પરસાણા હિત ૯૯.૯૬ પીઆર સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથો, રામાણી હિતાંશી ૯૯.૯૫ સમગ્ર ગુજરાત બોર્ડમાં પાંચમો, સોલંકી ભક્‍તિ ૯૯.૯૧ પીઆર સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો ક્રમાંક વસાણી મિશાલ અને ડોબરિયા માહિક ૯૯.૮૯ પીઆર સમગ્ર ગુજરાત બોર્ડમાં અગિયારમો ક્રમાંક સાથે ઉત્તીર્ણ થયેલ. તેમજ બોર્ડના પરિણામમાં પ્રોજેક્‍ટના બધા જ બાળકો એ-૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ

એજ રીતે માર્ચ ૨૦૨૪, માર્ચ ૨૦૨૩, માર્ચ ૨૦૨૨ એમ ઉતરોતર પરિણામોમાં આ સંસ્‍થાના બાળકોએ ઉજવળ પરિણામો હાંસલ કરી બતાવ્‍યા છે. હાલ આ પ્રોજેક્‍ટમાં ૮૧ બાળકો અભ્‍યાસ કરી રહ્યા છે અને ૩૯૩ બાળકોએ આ પ્રોજેક્‍ટ અંતર્ગત લાભ મેળવેલ છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત અભ્‍યાસ કરી ચૂકેલા શરૂઆતની બેચના કેટલાય વિદ્યાર્થીઓ હાલમાં ડોક્‍ટર્સ, એન્‍જિનિયર્સ, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ, પ્રોફેસર્સ, ફાર્માસિસ્‍ટ બની ઇન્‍ટરનેશનલ કંપનીમાં નોકરી મેળવી પોતાના પરિવારના તારણહાર બન્‍યા છે. જેમાં સામાન્‍ય લારી અને રિક્ષા ચલાવતા પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે આ બધા વિદ્યાર્થીઓ ભાવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્‍યા છે. આ વિદ્યાર્થીઓના સારા પરિણામ માટે ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી તથા કમીટી મેમ્‍બર્સ ગીતાબેન તન્ના, મીરાંબેન મહેતા, હસુભાઈ ગણાત્રા, જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે અભિનંદનની વર્ષા કરી હતી.

વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવૈનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નંબર ૨૭૦૪૫૪૫ અથવા ૨૭૦૧૦૯૮ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટના કમીટીના હસુભાઇ ગણાત્રા, ભાવેનભાઇ ભટ્ટ, શિક્ષકો અંજનાબેન રત્‍નોતર, પુજાબેન પરમાર તેમજ તેજસ્‍વી પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સમૂહમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:15 PM IST)