તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજકોટ શહેર-જીલ્લામાં ૨૦ હજાર ગાયોને રોજનું ૫૦૦ ટ્રક ઘાસ જોઇએ.. માંડ ૧૨૫ ટ્રક ચારો આવે છે!!
૧૮૫ ગોૈશાળા છેઃ ફોરેસ્ટ ખાતા પાસેથી તાકિદે ઘાસ અપાવવા કલેકટરને આવેદન..

રાજકોટ, તા.૯: શહેરની કિશાન ગોૈશાળાના આગેવાનો અને સભ્યોએ કલેકટરને આવેદન પાઠવી વરસાદખેંચાતા ગોૈશાળા પાંજરાપોળને સુકુ ઘાસ આપવા અંગે રજુઆતો કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે હાલ રાજકોટ જીલ્લામાં વરસાદ નહિ પડવાથી લીલો સુકો ઘાસ ચારાના ભાવ, ડબલ કરતા વધારે થઇ ગયા અને ઘાસચારો મળવો મુશ્કેલ બની ગયો છે. તો આપને વિનંતી કે, ફોરેસ્ટ, વિડીનું ઘાસ ગોૈશાળા પાંજરાપોળને તાકિદે ફાળવવા યોગ્ય કરશો.
આવેદનમાં જણાવેલ કે રાજકોટ શહેર- જીલ્લામાં ૧૮૫ ગોૈશાળા છે, રોજનું ૫૦૦ ટ્રક ઘાસ જોઇએ તેના બદલે ૧૨૫ ટ્રક જ આવે છે. મળે છે, ૨૦ હજાર ગાયોને રોજનું ૫૦૦ ટ્રક ઘાસ જોઇએ અમો દાતાઓની મદદથી બધુ ચલાવીએ છીએ, આથી ફોરેસ્ટ ખાતુ ઝડપથી ઘાસ ફાળવે તે જરૂરી બન્યું છે.
(3:16 PM IST)










