News of Wednesday, 25th November 2026
રાજકોટમાં પતંગના દોરાથી ગળામાં ગંભીર ઇજાથી કુંભારવાડાના ૨૦ વર્ષના અતિક ચોૈહાણનું મૃત્યુ
મકરસંક્રાંતિ પર્વ પહેલા કરૂણ ઘટના : બે બહેનનો એકનો એક ભાઇ હતો : મિત્ર સાથે હતો ત્યારે પિતાએ ફોન કરી બોલાવતાં બાઇક હંકારી ઘરે જતો હતો ત્યારે બનાવઃ ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૫: મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગના દોરાથી અનેક લોકો ઘાયલ થતાં હોય છે અને ક્યારેક મૃત્યુ પણ થતાં હોય છે. સંક્રાંતિ પર્વ હજુ ઘણુ દુર છે ત્યાં જ રાજકોટમાં પતંગો ઉડવા માંડી છે. આ દરમિયાન રાજકોટના રામનાથપરા પાસે કુંભારવાડામાં રહેતાં એક યુવાનનું ગળામાં પતંગનો દોરો આવી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. બે બહેનનો તે એકનો એક ભાઇ અને પરિવારનો આધાર હતો.
જાણવા મળ્યા મુજબ કુંભારવાડામાં રહેતો અતિક રીયાઝભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦) તા. ૨૧/૧૧ના સાંજે છએક વાગ્યે ઘર નજીક મિત્ર સાથે હતો ત્યારે પિતા રીયાઝભાઇએ દવા લેવા જવું હોઇ તેને ફોન કરી ઘરે આવાવનું કહેતાં અીતક ટુવ્હીલર હંકારી ઘરે જતો હતો એ દરમિયાન ઘર નજીક તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં ગંભીરઇ જા થઇ હતી અને તે પડી ગયો હતો.
તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગત સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થયુ઼ હતું. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર અતિક બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને પરિવારનો આધારસ્તંભ હતો. આ કિસ્સામાં પીએમ થયું નથી. પરિવારે જણાવ્યું કે અમને ડોક્ટરે મરણનો દાખલો આપ્યો છે. જોકે અગાઉ પોલીસે એમએલસી નોંધી હતી. બે બહેને એકનો એક ભાઇ અને પરિવારે આધારસ્તંભ ગુમાવતાં ચોૈહાણ-મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
(3:05 PM IST)










