<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાજકોટમાં ફટાકડાના સ્‍ટોલ માટે હંગામી ફાયર NOCની ૨૦૫ અરજી, માત્ર ૧૫ મંજૂર

૧૯૧ અરજીઓની ચકાસણી પ્રક્રિયા ચાલુ : ૫૦૦ ચોરસ મીટર સુધીની જગ્‍યાને ફાયર NOCમાંથી મુક્‍તિ

રાજકોટ, તા. ૨૬ : દિવાળીના તહેવારને પગલે રાજકોટ શહેરમાં ફટાકડાના વેચાણ માટે હંગામી ફાયર એનઓસી મેળવવા વેપારીઓ દ્વારા અરજીઓ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગને અત્‍યાર સુધીમાં કુલ ૨૦૫ અરજીઓ મળી છે, જેમાંથી ૧૫ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જ્‍યારે ફાયર વિભાગના જણાવ્‍યા મુજબ ૧૯૧ અરજીઓની ચકાસણી પ્રક્રિયા હાલ ચાલુ છે.

ફાયર ઓફિસરના જણાવ્‍યા મુજબ સરકારના નિયમો અનુસાર ૫૦૦ ચોરસ મીટર સુધીની જગ્‍યાને ફાયર એનઓસીમાંથી મુક્‍તિ આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં ફટાકડાના વેચાણ માટેના સ્‍ટોલ કે દુકાનો આ મર્યાદાથી મોટા ન હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવાયું છે.

જોકે ફટાકડાના વેચાણ સ્‍થળોએ આગની દુર્ઘટના નિવારવા માટે જરૂરી સુરક્ષા વ્‍યવસ્‍થા રાખવી ફરજિયાત છે. જેમાં પાણીની ટાંકી, અગ્નિશામક સાધનો, મોડ્‍યુલર ફાયર એક્‍સ્‍ટિંગ્‍વિશર સહિતનાં સાધનોની વ્‍યવસ્‍થા રાખવાની રહે છે.

ફાયર વિભાગ દ્વારા મળેલી અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. જરૂરી સુરક્ષા વ્‍યવસ્‍થા અને નિયમોનું પાલન થતું હોવાનું જણાયા બાદ અરજીઓ અંગે નિર્ણય લેવામાં આવશે તેમ ફાયર ઓફિસરે જણાવ્‍યું હતું. (૯.૧૮)

ફાયર NOCમાંથી મુક્‍તિ છતાં અગ્નિસુરક્ષાનાં સાધનો જરૂરી

રાજકોટમાં ફટાકડાના વેચાણ માટેના ૫૦૦ ચોરસ મીટર સુધીના સ્‍ટોલ અને દુકાનોને ફાયર એનઓસીમાંથી મુક્‍તિ હોવા છતાં અગ્નિસુરક્ષાનાં જરૂરી સાધનો રાખવાનાં રહેશે. ફાયર વિભાગના જણાવ્‍યા મુજબ પાણીની ટાંકી, અગ્નિશામક સાધનો તથા મોડ્‍યુલર ફાયર એક્‍સ્‍ટિંગ્‍વિશર સહિતની વ્‍યવસ્‍થા જરૂરી છે.

(3:36 PM IST)