<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

પડધરીના ૨૧ વર્ષના આદર્શનું હૃદય ધબકારા ચુકી જતાં મોત

સારવાર લઇ રાજકોટથી પરત જતી વખતે ખંઢેરી પાસે બેભાન થઇ ગયો

રાજકોટ તા. ૩૧: પડધરી રહેતાં અને કંપનીમાં કામ કરતાં એકવીસ વર્ષના યુવાનનું હૃદય ધબકારા ચુકી જતાં મૃત્‍યુ થયું છે. રાતે તબીયત બગડતાં રાજકોટ સારવાર અપાવી પરત પડધરી લઇ જતી વખતે ખંઢેરી પાસે બેભાન થઇ જતાં ફરી રાજકોટ ખસેડાયો હતો પણ તબિબે મૃત જાહેર કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પડધરીમાં કિંગ પાઇપ ફેક્‍ટરીમાં કામ કરતો અને ત્‍યાં ક્‍વાર્ટરમાં રહેતો મુળ ઝારખંડનો આદર્શ સંતોષકુમાર સિંગ (ઉ.વ.૨૧)ને રાતે પગ ખેંચાવા માંડતા સાથી કર્મીને માલીશ કરી આપ્‍યું હતું. બાદમાં તબીયત વધુ બગડતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ સારવાર બાદ તબીયતમાં સુધારો થતાં પરત પડધરી લઇ જવામાં આવતો હતો ત્‍યારે ખંઢેરી પાસે એકાએક બેભાન થઇ જતાં ફરી સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત જાહેર કરાયો હતો. તે પરિણીત હતો. તેના પરિવારજનો વતનમાં રહે છે. તેને જાણ કરવામાં આવી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(10:35 AM IST)