<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ત્રણ દિ'માં મેળા માટે ૨૧૨ ફોર્મ ઉપડયાઃ હાલ માત્ર ૮ ફોર્મ ભરાયા

 

રાજકોટ, તા.૨૩: રેસકોર્સ મેદાનમાં આગામી તા.૨થી ૬ સપ્‍ટેમ્‍બર સૌરાષ્‍ટ્રનો સૌથી મોટો જન્‍માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે, ત્‍યારે તેમાં રાઈડસ માટેના પ્‍લોટ અને ખાણીપીણીના સ્‍ટોલ રાખવા માટે ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂકયું છે. આજ બપોર સુધીમાં કુલ ૨૧૨ ફોર્મ ઉપડ્‍યા છે. જેમાં યાંત્રિક રાઇડ્‍સ માટેના ૪૩ જયારે અન્‍ય કેટેગરીમાં ૧૬૩ ફોર્મ ઉપડ્‍યા છે. ત્રણ દિવસમાં કુલ ૮ ફોર્મ પણ જમા થયા છે. જેમાં કેટેગરી બીમાં પાંચ ફોર્મ, ખાણીપીણીમાં ૧ અને આઈસ્‍ક્રીમના ચોકઠાંમાં બે ફોર્મ જમા થયા છે.

(2:28 PM IST)