તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ચાના ડોયા-લાકડીના હુમલાથી ઘાયલ પુષ્કરધામના ૨૨ વર્ષિય પ્રેમ વીરડાનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો
મીત વિરડા અને પ્રેમ વિરડા ચા પીવા ઉભા ત્યારે આંબેડકર ચોક સર્કલ પાસે ૧૬/૯ના રાતે અજાણ્યાઓએ એકટીવા લઇ લે નડે છે કહી હુમલો કર્યો હતો : તાલુકા પોલીસે જે તે વખત વાવડીના પાર્થ ઉર્ફે બબો સોલંકી અને એક સગીરને પકડયા હતાં: આરોપી જેલમાં છેઃ લાડકવાયા દિકરાની હત્યાથી વિરડા-આહિર પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૨: શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં અને ગોંડલ રોડ ચોકડી પાસે કેન્ટીન સેન્ડવીચનો સ્ટોલ ચલાવતાં બે ભાઇઓ પ્રેમ રમેશભાઇ વીરડા (ઉ.વ.૨૨) અને તેના કાકાના દિકરા મીત પ્રકાશભાઇ વીરડા (ઉ.વ.૧૯) પર ગત ૧૬/૯ના રાતે દોઢસો ફુટ રીંગ રોડ પર ડો. આંબેડકર ચોકમાં ચા પીવા ઉભા ત્યારે અહિ ચા પીવા આવેલા બે શખ્સોએ વાહન દુર હટાવવા મામલે ગાળાગાળી કરી આ બંને ભાઇઓ પર ચાના ડોયા અને લાકડીથી હુમલો કરી બેફામ માર મારતાં પ્રેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. રાજકોટથી તેને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો. તેનું આજે મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટો છે.
આ બનાવ અગે પુષ્કરધામમાં રહેતાં મીત પ્રકાશઇ વિરડા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી જે તે દિવસે તાલુકા પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ચોૈધરીએ તપાસ હાથ ધરી આરોપી પાર્થ ઉર્ફે બબો ભૂપેશભાઇ સોલંકી અને તેની સાથે એક બાળ કિશોરનેી ધરપકડ કરી હતી. જેમાં પાર્થ ઉર્ફે બબો હાલ જેલમાં છે. બીજી તરફ સારવાર માટે પ્રેમ વીરડાને અમદાવાદ ખસેડાયો હોઇ ત્યાં તેનું મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો છે.
મિત વિરડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે બીબીએમાં અભ્યાસ કરે છે. તે અને મોટા બાપુ રમેશભાઇ વીરડાનો દિકરો પ્રેમ (ઉ.વ.૨૨) ગોંડલ ચોકડીએ સેન્ડવીચની દુકાન પણ ચલાવતાં હોઇ તા. ૧૬/૯ના રાતે સાડ ાદસેક વાગ્ે બંને ભાઇઓ અને મિત્રો અલગ અલગ બે વાહનમાં ઘરે આવતાં હતાં. મિતને ચા પીવી હોઇ આંબેડકર ચોક સર્કલ શક્તિ હોટલે બંને ભાઇઓ રોડ સાઇડમાં એક્ટીવા રાખી ચા પીવા ઉભા હતાં.
આ વખતે બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં અને એક્ટીવા દુર લઇ લે મને નડે છે તેમ કહેતાં મિતે એક્ટીવા દુર લઇ લીધુ હતું. આમ છતાં આ બંને શખસો ગાળો દેવા માંડયા હતાં. ગાળો દેવાની ના પાડતાં હોટલ પારથી ચા બનાવવાનો ડોયો અને બીજા શખ્સે લાકડી લાવી હુમલો કર્યો હતો. જેમાં મિતને હાથેપગે ફટકા માર્યા હતાં. મોટો ભાઇ પ્રેમ વીરડા બચાવવા વચ્ચે પડતાં તેને આડેધડ ડોયા અને લાકડીના ઘા ફટકારતાં તે લોહીલુહાણ થઇ પડી ગયો હતો. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં મિતને પ્રાથમિક સારવાર અપાઇ હતી. પ્રેમને દાખલ કરાયો હતો. બેભાન હાલતમાં વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો. ત્યાં આજે બપોર બાદ પ્રેમનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. તાલુકા પોલીસને અમદાવાદ પોલીસે જાણ કરતાં વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવને પગલે વિરડા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(3:00 PM IST)










