તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 24th April 2026
ઓરડીના પતરા સાફ કરતી વખતે પડી જતાં ૨૩ વર્ષના રાકેશનું મોત
ધોરાજીના વાવડીમાં બનાવઃ યુવાને રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૪: ધોરાજીના વાવડી ગામે ભરતભાઇની શુભ જીનીંગ પાસે રહેતો મુળ મધ્યપ્રદેશનો રાકેશ શકારામ દાવત (ઉ.વ.૨૩) બે મહિના પહેલા ઓરડીના પતરા સાફ કરતી વેળાએ પડી જતાં ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે મોત થયું હતું.
મૃત્યુ પામનાર રાકેશ શુભ જીનીંગમાં મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં બે દિકરી છે. ઓરડીના પતરા સાફ કરવા ઉપર ચડયો ત્યારે પડી જતાં આ બનાવ બન્યો હતો. બનાવ વખતે રાકેશના પત્નિ ડિલીવરી કરવા વતન એમપી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(3:30 PM IST)










