હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલમાં ગોંડલીયા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા ખોડિયાર માતાજીનો ૨૪ કલાકનો નવરંગી માંડવો
શ્રી નાનીયામામા ગ્રુપ રાજકોટ દ્વારા ભવ્ય આયોજનઃ શનિવારે વિવિધ ધાર્મિક મહોત્સવો અને મહાપ્રસાદનું આયોજનઃ મોટી સંખ્યામાં ભુવાશ્રીઓ ઉપસ્થિત રહેશે

રાજકોટઃગોંડલ મુકામે આગામી સમયમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિસભર માહોલ વચ્ચે એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાનીયામામા ગ્રુપ રાજકોટ દ્વારા અને શ્રી નાનીયામામાની આગેવાની હેઠળ ગોંડલીયા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા આઈશ્રી ખોડિયાર માતાજી તેમજ ગોંડલ મુકામે બિરાજમાન શ્રી નાનીયામામા અને અરડોઈ મુકામે બિરાજમાન સુરવીર શ્રી રાણાબાપાની અસીમ કૃપાથી ૨૪ કલાકનો ભવ્ય નવરંગી માંડવો શનિવારે, તા. ૨૩ના રોજ ગોંડલ મુકામે પાંજરાપોળ, શ્રી ભીમનાથ મહાદેવની બાજુમાં રાખવામાં આવેલ છે.
આ નવરંગી માંડવા અંતર્ગત વિવિધ ધાર્મિક વિધિઓ અને મુહૂર્તોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ તા. ૨૩ ને શનિવારના રોજ સવારે શુભ ચોદ્યડિયે થાંભલી રોપવાનું પવિત્ર મુહૂર્ત રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તે જ દિવસે સવારે ૯ કલાકે સામૈયાનું આયોજન કરવામાં આવશે. માતાજીના આ પાવન અવસરે સાંજે ૭ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. જેમાં સર્વે ભક્તજનોને પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તા.૨૪ ને રવિવારના રોજ સવારે શુભ ચોઘડિયામાં થાંભલી વધાવવાનું મુહૂર્ત રાખવામાં આવ્યું છે.
આ નવરંગી માંડવાના મુખ્ય આકર્ષણ સમાન માતાજીના ભુવાશ્રીઓમાં શ્રી નાનીયામામાના ભુવા શ્રી દીલીપભાઈ ગોંડલીયા તેમજ શ્રી ભાવેશભાઈ ભટ્ટી અને શ્રી સુમીતભાઈ ભટ્ટી ખાસ ઉપસ્થિત રહી ડાક-ડમરુના તાલે માતાજીની આરાધના કરશે. આ ઉપરાંત પંચના ભુવાશ્રીઓ, જ્ઞાતિના ભુવાશ્રીઓ તેમજ વિવિધ વિસ્તારોમાંથી પધારેલા આમંત્રિત ભુવાશ્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના માંડવાને દીપાવશે.
ભાવિકોને લાભ લેવા નિમંત્રણ અપાયું છે. આ અંગે વધુ માહિતી માટે આયોજકોના મોબાઈલ નંબર ૮૪૦૧૮ ૨૦૨૦૪ અથવા ૯૭૧૪૨૦ ૨૦૨૫ પર સંપર્ક કરી શકાશે.
આયોજનમાં વિરલભાઇ ગોંડલીયા, દિલીપભાઇ ગોંડલીયા, ભરતભાઇ ગોંડલીયા,જયદિપભાઇ ચૌહાણ, મનિષભાઇ ચાવડા, ભાવેશભાઇ પટેલ, ભરતભાઇ માસા, નિરવભાઇ પટેલ, જિગ્નેશભાઇ ગજેરા, કમલેશભાઇ ગોંડલીયા, કિશોરભાઇ ગોંડલીયા, કિશનભાઇ પરમાર, ગણેશભાઇ ચૌહાણ, તેજશભાઇ લકતરીયા, ભાવેશભાઇ રાવળદેવ, જયેશભાઇ પરમાર, ઓમભાઇ ગજેરા, કલ્પેશભાઇ હીરપરા, મનસુખભાઇ ગોંડલીયા, નરશીભાઇ ગોંડલીયા, જયેશભાઇ પ્રમુખ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










