<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટ શહેર-જીલ્લામાં ૨૫ થી ૩૦ મતદાન મથકો ઘટશેઃ હાલ પૂનઃગઠન ચાલૂઃ કાલે રાજકીય પક્ષો સાથે બેઠક

 

રાજકોટ તા.૧૪:તાજેતરમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અને એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ રાજકોટ જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા શહેરના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કાલે સાંજે મહત્‍વપૂર્ણ બેઠક બોલાવાઇ છે.

 બેઠકમાં મતદાન મથકોના પુનર્ગઠન અને મતદારયાદીને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે.અને માહિતગાર કરાશે.

જિલ્લામાં મતદાન મથકોના માળખામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ, ભૌગોલિક સ્‍થિતિ અને મતદારોની સંખ્‍યાના સંતુલનને ધ્‍યાનમાં રાખતા જિલ્લામાં ૨૦ થી ૨૫ જેટલા મતદાન મથકો ઘટે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.જે મતદાન મથકો પર મતદારોની સંખ્‍યા નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી છે અથવા જ્‍યાં નજીકમાં જ અન્‍ય વૈકલ્‍પિક સુવિધા ઉપલબ્‍ધ છે, તેવા મથકોને મર્જ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.કલેક્‍ટર તમામ રાજકીય પક્ષોના આગેવાનો સમક્ષ મતદાન મથકોના આ સંભવિત ઘટાડા અને ફેરફાર અંગેનો પ્રસ્‍તાવ મૂકશે અને તેમની પાસેથી વાંધાઓ કે સૂચનો મંગાવશે.કાલ સાંજની કલેક્‍ટર કચેરી ખાતે યોજવામાં આવેલી બેઠકમાં ભાજપ, કોંગ્રેસ સહિતના અગ્રણી રાજકીય પક્ષોના હોદ્દેદારો તેમજ ચૂંટણી શાખાના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

હાલ મતદાન  મથકોના  પૂનઃ ગઠન અંગે મામલતદારો તથા પ્રાંત  અધીકારીઓ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે, એક મતદાન મથકમાં ૧૨૯૦ મતદારોનો ક્રાઇટ એરીયા છે, સંભવતઃ ૨૫ થી ૩૦ કે તેથી વધૂ મતદાન મથકો ઘટે તેવી શકયતા ઉચ્‍ચતમ વતુર્ળો દાખવી રહયા છે.

(2:59 PM IST)