<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પાળની ગોળાઇ પાસે બોલેરોએ બાઇકને ઉલાળતાં ૨૫ વર્ષના અંકિત વરાણનું મોત

સોલાર કંપનીમાં કામ કરતો યુવાન પોતાના ગામ કાલંભડીથી રાજકોટ આવતો હતો ત્‍યારે બનાવઃ એ વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૨૩: લોધીકાના પાળ ગામની ગોળાઇ પાસે બોલેરોની ઠોકરે બાઇક ચડીજતાં કોટડાસાંગાણીના કાલંભડી ગામના ૨૫ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છ.ે

જાણવા મળ્‍યા મુજબ કાલંભડી ગામે રહેતાં અંકિતભાઇ મગનભાઇ વરાણ (ઉ.વ.૨૫) નામના યુવાન સવારે સાડા દસેક વાગ્‍યે બાઇક હંકારી કાલંભડીથી રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્‍યારે પાળની ગોળાઇ પાસે સ્‍કૂલ નજીક બોલેરોના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર અંકિતભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં. તે સોલરા કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. તેના પિતા ખેતી કરે છે. એક વર્ષ પહેલા જ અંકિતભાઇના લગ્ન થયા હતાં. યુવાન આધારસ્‍તંભ દિકરાના મૃત્‍યુથી પરિવાર વરાણ-રજપૂત પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. લોધીકા પોલીસે બોલેરો ચાલક સામે કાર્યવાહી કરી હતી. બોલરોે કોઇ સગીર ચલાવતો હોવાની ચર્ચા થઇ રહી હોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.

(3:19 PM IST)